પંજાબ સરકારનો બેરોજગારી ઘટાડવાનો નિશ્ચય, અનેક યોજનાઓ થકી મળી સફળતા
પંજાબ સરકારનો બેરોજગારી ઘટાડવાનો નિશ્ચય, અનેક યોજનાઓ થકી મળી સફળતા
દેશમાં તાત્કાલિન સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે માથાદિઠ આવકની છે. જેમ બેરોજગારી દર વધુ તેમ માથાદિઠ આવક ઓછી અને જેમ માથાદિઠ આવક ઓછી નોંધાય તેમ જીડીપી ગ્રોથ પણ ઘટતો જાય. ત્યારે પંજાબ સરકારે રાજ્યમાં બેરોજગારી ઘટાડવા માટે અનેક યોજનાઓ લાગૂ કરી છે અને પૂર્વ સરકારોએ લાગૂ કરેલી બેરોજગારી ઘટાડતી યોજનાઓ પણ હજી ચાલુ રાખીને ભગવંત માન સરકારે બેરોજગારી પ્રત્યે કેટલા ગંભીર છે તે સાબિત કરી દીધું છે.

પંજાબમાં બેરોજગારી ઘટાડવાના ઉદ્દેશ્યથી પંજાબ મેરા કામ મેરા માન યોજના લૉન્ચ કરવામાં આવી હતી, આ યોજનાના માધ્યમથી રાજ્યના નાગરિકોને રોજગારના અવસર પ્રદાન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રોજગાર આપવા હેતુ પંજાબ સરકારના માધ્યમથી યુવાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં તેઓ પ્રશિક્ષણના આધારે રોજગાર પ્રાપ્ત કરવામાં સક્ષમ થઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં યોજના લાગૂ કરી દેવામાં આવી છે.
પંજાબ મેરા કામ મેરા માન યોજના- 2022 અંતર્ગત રાજ્યના એવા તમામ યુવાઓને પ્રશિક્ષણ આપવામાં આવશે જેઓ રોજગારની તલાશ કરી રહ્યા છે. જેની સાથે જ યોજના અંતર્ગત રાજ્યના નિવાસીઓ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થવાના કારણે રોજગાર પ્રાપ્ત કરવામાં સક્ષમ થઈ જશે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નિર્માણ શ્રમિકના બાળકો માટે આ યોજના પાયલટ આધાર પર શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પંજાબ મેરા કામ મેરા માન યોજનાના કાર્યાન્વયન હેતુ 90 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની નીતિને નિર્ધારિત કરવામાં આવી છે. સાથે જ આ સ્કીમના માધ્યમથી 30 હજારથી વધુ યુવાઓને રોજગાર હેતુ કૌશલ્ય પ્રશિક્ષણ આપવાનો લક્ષ્ય પંજાબ સરકાર અંતર્ગત રાખવામાં આવ્યો છે. યુવા નાગરિકો પોતાની રૂચિ પ્રમાણે ટ્રેનિંગ પ્રાપ્ત કરી પોતાની ઈચ્છામુજબ ક્ષેત્રમાં રોજગાર લેવામાં સહાયક થશે.
પંજાબ મેરા કામ મેરા માન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓને રોજગારના અવસર પ્રદાન કરવાના હેતુ તેમને નિશુલ્ક પ્રશિક્ષણ પ્રદાન કરવાનો છે. ભવિષ્યમાં રોજગારના અવસર પ્રાપ્ત કરવાના હેતુ રાજ્યના તમામ યુવા વર્ગના નાગરિક આ યોજના અંતર્ગત પોતાની રૂચિના આધારે કૌશલ પ્રશિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત યુવાઓને એક વર્ષની અવધિ સુધી પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવશે.
જેમાં તેઓ પ્રાપ્ત કૌશલ્યના આધારે પોતાની સ્વેચ્છાથી ભવિષ્યમાં નોકરી પ્રાપ્ત કરી શકશે. MKMMના માધ્યમથી યોજના અંતર્ગત પ્રશિક્ષણ કેન્દ્રોમાં ટ્રેનિંગ લેનાર તમામ યુવાઓને પ્રતિ મહિને 2500 રૂપિયાની આર્થિક સહાયતા રાશિ પ્રદાન કરવામાં આવશે. આ રાશિ તમામ લાભાર્થીઓને રોજગાર ભથ્થાના રૂપમાં એક વર્ષની અવધિ સુધી પ્રાપ્ત થશે.
આ યોજનાની વિશેષતાઓ
- આ યોજના અંતર્ગત તમામ યુવા વર્ગના નાગરિકોને મફતમાં કૌશલ્ય પ્રશિક્ષણ પ્રાપ્ત કરવાનો મોકો મળશે.
- આ યોજના ભવિષ્યમાં યુવાઓનો રોજગારનો રસ્તો સાફ થઈ જશે.
- પ્રશિક્ષણ કેન્દ્રોમાં પંજાબ મેરા કામ મેરા માન યોજનાના માધ્યમથી પ્રશિક્ષણ લેનારા તમામ યુવાઓને 2500 રૂપિયાનું ભથ્થું રાશિ પ્રદાન કરવામાં આવશે.
- યોજના અંતર્ગત 30 હજાર યુવાઓને પ્રશિક્ષણ કેન્દ્રોમાં ટ્રેનિંગ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
- આ રાશિ 1 વર્ષની અવધિ સુધી યુવાઓના બેંક ખાતામાં પ્રતિ મહિનાના આધારે ટ્રાન્સફર કરવામાં આવશે.
- પોતાની મરજી મુજબ લાભાર્થી યુવા યોજના અંતર્ગત કૌશલ્ય પ્રશિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
- પંજાબ મેરા કામ મેરા માન યોજનાના પ્રથમ તબક્કામાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ શ્રમિકોના બાળકો માટે શરૂ કરવામાં આવશે.
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં વધી રહેલ બેરોજગારી દર ઘટાડવામાં એક વિશેષ ભૂમિકા નિભાવશે.












Click it and Unblock the Notifications
