'આમ આદમી ક્લિનિક' AAPની સરકારે કરાવ્યા તૈયાર, 15 ઓગસ્ટથી ચાલશે 75 મોહલ્લા ક્લિનિક
આમ આદમી પાર્ટી (AAP) સરકાર પંજાબમાં 'આમ આદમી ક્લિનિક' તૈયાર કરી રહી છે.
ચંદીગઢઃ આમ આદમી પાર્ટી (AAP) સરકાર પંજાબમાં 'આમ આદમી ક્લિનિક' તૈયાર કરી રહી છે. સરકારનુ કહેવુ છે કે આમાં લોકો ઘરની નજીક સારી સારવારની સુવિધા મેળવી શકશે. સમગ્ર રાજ્યમાં 15 ઓગસ્ટથી આવા 75 જેટલા મોહલ્લા ક્લિનિક્સ કાર્યરત થશે. ક્લિનિકની પ્રથમ તસવીર સામે આવી છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર દ્વારા સ્થાપિત આમ આદમી ક્લિનિકની અંદર એક ડૉક્ટરનો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આવા મોહલ્લા ક્લિનિક્સ 15 ઓગસ્ટથી શરૂ થશે. શરૂઆતમાં 75 મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવી રહ્યા છે. તેમને પાર્ટી સાથે જોડ્યા બાદ જ તેમનુ નામ 'આમ આદમી ક્લિનિક' રાખવામાં આવ્યુ છે. વાસ્તવમાં, આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં વચન આપ્યુ હતુ કે દિલ્લીની જેમ પંજાબમાં મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે. શહેરોમાં વૉર્ડ ક્લિનિક અને ગામડાઓમાં પિંડ ક્લિનિક્સ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક મોહલ્લા ક્લિનિકની જાહેરાત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
