પંજાબ સરકારના પ્રયાસોથી રાઈસ મિલ માલિકોની હડતાલ સમેટાઈ, મિલો ફરીથી શરૂ થશે
પંજાબની ભગવંત માન સરકાર વિવિધ વર્ગની સમસ્યાઓ સાંભળીને તેનું હકારાત્મક નિરાકરણ કરવા માટે જાણીતી છે. પંજાબ સરકારના હકારાત્મક અભિગમથી રાઈલ મિલ માલિકોની હડતાલ સમેટાઈ છે.
હાલ પંજાબમાં ડાંગરની ખરીદીની સિઝન ચાલી રહી છે અને મોટા પાયે અનાજ બજારોમાં મોકલવામાં આવી રહ્યુ છે. શેલર માલિકોની હડતાળને કારણે ખેડૂતો ચિંતિત પરંતુ સરકારના પ્રયાસોને કારણે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે.

પંજાબના ખાતર અને પુરવઠા મંત્રી લાલચંદ કટારુચાકે પંજાબના શેલર્સ ઓનર્સ એસોસિએશન સાથે બેઠક યોજ્યા બાદ શેલરોએ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
પંજાબ સરકારના મંત્રી લાલચંદે કહ્યું કે, મિલર્સ એસોસિએશનના મોટાભાગના કેસ કેન્દ્ર સરકાર સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસેથી મિલરોની માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ આ મુદ્દાને આગળની કાર્યવાહી માટે કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકરાના મંત્રી લાલચંદે ચંદીગઢના અનાજ ભવન ખાતે પંજાબના વિવિધ ભાગોમાંથી આવેલા મિલર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે કહ્યું કે, મિલર્સ એસોસિએશન હડતાળ ખતમ કરવા સંમત છે. હવે પંજાબ સરકાર એસોસિએશનની માંગણીઓ કેન્દ્ર સરકારને મોકલશે.
મીટિંગમાં મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર મિલરોની વાજબી માંગણીઓ પર મિલરો સાથે ઊભી રહેશે.
જણાવી દઈએ કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ખાસ ઘટકો અને ચોખા મુદ્દે મિલ માલિકોને ઠપકો આપતાં બે દિવસ પહેલા કહ્યું હતું કે તેમની શરતો પૂરી કરવી તે રાઇસ મિલ માલિકોના હાથની વાત નથી.
આ પછી બા પંજાબમાં રાઇસ શેલરના માલિકો 10 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર હતા. હવે પંજાબ સરકારે તેમને સમજાવ્યા છે અને હડતાળને કારણે બંધ થયેલી રાઇસ મિલ ટૂંક સમયમાં શરૂ થશે. આ હડતાળનો અંત આવતાં ડાંગર ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
