For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવ્યાંગોના સશક્તિકરણ માટે પંજાબ સરકાર નિશ્ચિત, નવી ઉમ્મીદ લાવી આ યોજના

દિવ્યાંગોના સશક્તિકરણ માટે પંજાબ સરકાર નિશ્ચિત, નવી ઉમ્મીદ લાવી આ યોજના

By Desk
|
Google Oneindia Gujarati News

દિવ્યાંગોને સશક્ત કરવા માટે પંજાબ સરકારે એક ખાસ યોજના ચલાવી છે, જેના માધ્યમથી રાજ્યના દિવ્યાંગોનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. પંજાબ દિવ્યાંગજન સશક્તિકરણ યોજનાના માધ્યમથી પંજાબ સરકાર પોતાના રાજ્યમાં તમામ દિવ્યાંગોને કેટલીય સુવિધાઓ પ્રદાન કરશે જેનાથી તેમનું જીવન વધુ સરળ થઈ શકે. જેમ કે તમે બધા જાણો જ છો કે દેશના તમામ રાજ્યોમાં દિવ્યાંગો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. એ બધી જ યોજનાઓને વધુ મજબૂતી પ્રદાન કરવા માટે આ યોજનાની ઘોષણા કરવામાં આવી છે. જેના માધ્યમથી દિવ્યાંગોને 13 નવી સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે. આ યોજનાના માધ્યમથી દિવ્યાંગોને ઘણા લાભ પ્રદાન કરવામાં આવશે જેનાથી તેઓ સશક્ત અને આત્મનિર્ભર બની શકે.

bhagwant mann

પંજાબ દિવ્યાંગજન સશક્તિકરણ યોજના 2 તબક્કામાં હશે. આ યોજનાના પહેલા તબક્કા અંતર્ગત રાજ્યમાં પહેલેથી ચાલી રહેલ દિવ્યાંગો માટેની યોજનાઓને વધુ સારી બનાવવામાં આવશે અને તેમના અમલિકરણ માટે વધુ શ્રેષ્ઠ રૂપ આપવામાં આવશે. જ્યારે આ યોજનાના બીજા તબક્કામાં 13 નવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. આ સુવિધાઓ જે અત્યાર સુધી દિવ્યાંગોને પ્રાપ્ત નહોતી થઈ અને તેમના માટે આ સુવિધાઓ જરૂરી પણ છે. આવી રીતે દિવ્યાંગો માટે કેટલીક નવી સુવિધાઓનો આરંભ થશે જેનાથી તેમનું જીવન સરળ બનાવી શકાય.

પંજાબ દિવ્યાંગજન સશક્તિકરણ યોજનાના માધ્યમથી સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચી શકે. સાથે જ તમામ લાભાર્થીઓને સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય. આ ઉપરાંત સ્વાસ્થ્ય, શિક્ષણ અને નોકરી વગેરે ક્ષેત્રોમાં પણ દિવ્યાંગોનું બેકલૉગ ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ યોજનાના બીજા તબક્કામાં દિવ્યાંગોને કેટલીક નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેનાથી દિવ્યાંગોનું જીવન વધુ સુવિધાજનક થઈ જશે અને તેઓ આસાનીથી ખુશખુશાલ જીવન વ્યતિત કરી શકે.

નોંધનીય છે કે બીજા તબક્કામાં સહયોગી યંત્ર, એક કેલેન્ડર વર્ષમાં પાંચ દિવસની રજા, વિકલાંગ વિદ્યાર્થીઓનું સશક્તિકરણ, મફત શિક્ષણ, મનોરંજક ગતિવિધિઓ, પીડિત વિકલાંગતાનો ઉપચાર, ગતિશીલતાનો ઉપચાર, ગતિશીલતા એડ્સ, વિશેષ આવશ્યકતા વાળા બાળકો માટે ગૃહ વિદ્યાલય અને વિકલાંગતા ક્ષેત્રના શિક્ષકો માટે ઉત્કૃષ્ટ કાર્ય કરવા પર રાજ્ય પુરસ્કાર જેવી વિશેષ સુવિધાઓ આપવામાં આવશે.

પંજાબ દિવ્યાંગજન સશક્તિકરણ યોજના લાવવાનો પંજાબ મંત્રિમંડળનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ દિવ્યાંગોને સશક્ત બનાવવાનો છે. આ યોજનાના માધ્યમથી તમામ પાત્ર લોકોને વિવિધ સુવિધા પ્રદાન કરવાની છે જેથી તેમના જીવન સ્તરમાં અમુક હદે સુધારો થઈ શકે અને સાથે જ તેઓ આસાનીથી પોતાનું જીવન વ્યતિત કરી શકે. જેમ કે આપણે જાણીએ છીએ કે દિવ્યાંગજનોનું જીવન એમ પણ ઘણું અઘરું હોય છે જેને પગલે તેમણે કોઈ અન્ય પર નિર્ભર રહેવું પડે છે. પોતાની ખાણીપીણીથી લઈ અન્ય તમામ જરૂરી કાર્યો માટે તેમને સહારાની જરૂરત પડતી જ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પંજાબ સરકારે તેમના જીવનને સરળ બનાવવા અને સમસ્યામુક્ત કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરી છે.

English summary
Punjab Govt determined to empower the disabled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X