શિક્ષણમાં સુધારા માટે પંજાબ સરકાર એક્શનમાં, ગેરહાજર વિદ્યાર્થીઓનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા આદેશ

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી જ સીએમ ભગવંત માન ખુદ શિક્ષા સુધારમાં સતત ધ્યાન આપી રહી છે. હવે આ ક્રમમાં પંજાબ સરકારે શિક્ષણમાં સુધારા માટે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.

પંજાબ સરકાર સરકારી શાળાઓના શિક્ષણને સુધારવા મોટા નિર્ણયો લઈ રહી છે. આ સંબંધમાં શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને અલગ-અલગ લિંક મોકલી છે. આ લિંક પર શાળા પ્રશાસનને લાંબા સમયથી ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમની માહિતી દરરોજ અપલોડ કરવા જણાવ્યુ છે.

Bhagwant Maan

જો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો તેની જવાબદારી સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારીની રહેશે. હાલમાં જ થોડા દિવસો પહેલા એક જાહેરાત કરવામાં આવી હતી કે જે જો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તો તેની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે.

જણાવી દઈએ કે, કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ છોડીને અન્ય શાળાઓમાં પ્રવેશ લે છે પરંતુ સરકારી રેકોર્ડમાંથી તેમના નામ કમી કરાવતા નથી. હવે પોર્ટલ પર પ્રિ-પ્રાયમરીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા રેકોર્ડ કરાશે.

આ નિર્ણય અંતર્ગત શિક્ષણ વિભાગે તમામ શાળાઓને અલગ-અલગ લિંક મોકલી છે. વિભાગ દ્વારા મોકલવામાં આવેલી આ લિંકમાં લાંબા સમયથી ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમની વિગતો અપલોડ કરવા જણાવ્યુ છે.

શિક્ષણ વિભાગે કડક શબ્દોમાં કહ્યું કે, વિદ્યાર્થીઓની દૈનિક હાજરી ઈ-પંજાબ પોર્ટલ પર અપલોડ કરે. વિભાગે પારદર્શક રીતે જાણવું જોઈએ કે કયા ગામ કે શહેરમાંથી દરરોજ કેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવે છે.

આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારીને તેના નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે પોર્ટલ પર પ્રિ-પ્રાયમરીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા નોંધવામાં આવશે.

ડાયરેક્ટર જનરલ ઓફ સ્કૂલ એજ્યુકેશન વિનય બુબલાણીએ આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે શાળા છોડનારા અને લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓને લઈને સંબંધિત વિભાગો પાસેથી જવાબ મંગાવ્યો હતો. ત્યારબાદ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે એક સોગંદનામું દાખલ કરીને તેમને આ પ્રક્રિયાઓ અપનાવવા વિનંતી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X