કિસાન આંદોલનમાં શહિદ થયેલા ખેડૂતોના પરિવારની મદદે માન સરકાર, 5 લાખના ચેક આપ્યા!
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન એક વર્ષ કરતા પણ વધારે ચાલ્યુ હતુ. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ સરકારના વિરોધમાં દિલ્હીની સીમા પર તંબુ તાણીને મોરચો ખોલ્યો હતો.
મોહાલી : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન એક વર્ષ કરતા પણ વધારે ચાલ્યુ હતુ. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ સરકારના વિરોધમાં દિલ્હીની સીમા પર તંબુ તાણીને મોરચો ખોલ્યો હતો.આખરે સરકારે આ કૃષિ કાયદાઓ પર રોક લગાવી હતી. સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલેલા આ સંઘર્ષમાં ઘણા ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતોમાં મોહાલી જિલ્લાના પણ 6 ખેડૂતોના મોત થયા હતા. હવે પંજાબની નવી બનેલી આમ આદમી પાર્ટી આ ખેડૂતોના પરિવારની મદદે આવી છે.

પંજાબ સરકાર પહેલેથી જ ખેડૂતોના પક્ષમાં નિર્ણય લઈ રહી છે ત્યારે હવે ભગવંત માન સરકારે ખેડૂત આંદોલનમાં મોતને ભેટેલા ખેડૂતોને આર્થિક મદદ આપી છે. આ માટે પંજાબ સરકારે પીડિત પરિવારોને 5-5 લાખના ચેક આપ્યા હતા.ગુરુવારે મોહાલી એસડીએમ કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મોહાલીના ધારાસભ્ય કુલવંત સિંહે મૃતક ખેડૂતોના સંબંધીઓને આ ચેક સોંપ્યા હતા.
પીડિત પરિવારોને ચેક અર્પણ કર્યા બાદ ધારાસભ્ય કુલવંત સિંહે કહ્યું કે, પંજાબ સરકાર ખેડૂતો અને ખેત મજૂરોના અધિકારોની સુરક્ષા માટે હંમેશા પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકારે ખેતી સામે કાળા કાયદા બનાવીને ખેડૂતોના ખેત મજૂરોની રોજગારી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે પંજાબના આ ખેડૂતો લડ્યા અને જીત્યા, પરંતુ દુઃખની વાત એ છે કે આ સંઘર્ષ દરમિયાન તેમના કેટલાક ખેડૂત ભાઈઓએ બલિદાન આપવું પડ્યું.
કુલવંત સિંહે કહ્યુ કે, ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારોને આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર બલિદાન આપનાર ખેડૂતોના પરિવારોને ભવિષ્યમાં પણ મદદ કરવા તત્પર રહેશે.












Click it and Unblock the Notifications
