પંજાબ સરકાર પટિયાલા આયુર્વેદિક કોલેજ સ્ટાફને જલ્દી કાયમી કરશે, ભગવંત માને જાહેરાત કરી
પંજાબની ભગવંત માન સરકાર સરકારી કર્મચારીઓના હિતમાં એક પછી એક નિર્ણયો લઈ રહી છે. આ ક્રમમાં હવે પંજાબ સરકારે પટિયાલા મેડિકલ કોલેજના સ્ટાફને જલ્દી કાયમી કરવાની જાહેરાત કરી છે.
પંજાબ પરકારના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મંત્રી ડૉ. બલબીર સિંહે જણાવ્યુ કે, નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિને આ આયુર્વેદિક કોલેજને બંધ કરવા કહ્યું હોવા છતાં રાજ્ય સરકારે માત્ર કોલેજને ન માત્ર ખુલ્લી રાખી પરંતુ કોલેજના સ્ટાફને પણ નિયમિત કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે, રાજ્યએ ફાર્મસી અને હોસ્પિટલ સુવિધા શરૂ કરવા ઉપરાંત ભારતની પ્રાચીન ઈલાજ સિસ્ટમનું રક્ષણ કરતી આ સંસ્થાને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન તબીબી શિક્ષણ અને સંશોધન મંત્રીએ સરકારી મેડિકલ કોલેજ અને સરકારી ડેન્ટલ કોલેજની મુલાકાત લીધી અને ત્રણ પ્રતિષ્ઠિત તબીબી સંસ્થાઓની કામગીરીમાં સુધારો કરવા સ્ટાફ અને વિદ્યાર્થીઓ પાસેથી સૂચનો પણ લીધા.
ડૉ. બલબીર સિંહે આગળ જણાવ્યુ કે, પટિયાલાની તમામ સરકારી કોલેજોને દેશની અગ્રણી મેડિકલ કોલેજોમાં ફેરવાશે. આના માટે પંજાબ સરકારે એક યોજના બનાવી છે. તેમણે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને ખાતરી આપી કે પંજાબ સરકાર ટૂંક સમયમાં ડેન્ટલ કોલેજમાં પોસ્ટની જાહેરાત કરવા જઈ રહી છે.
તેમણે કહ્યું કે. રાજ્યને રંગલા પંજાબમાં પરિવર્તિત કરવા માટે આરોગ્ય ક્ષેત્રમાં મોટા પાયે સુધારા કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકાર રાજ્યમાં અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા ખંતથી કામ કરી રહી છે.
અહીં તેમણે જૂની બિલ્ડીંગને તોડીને 150 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ટ્રોમા સેન્ટર મુદ્દે વાત કરી અને જણાવ્યુ કે, આ સરકારી રાજીન્દ્રા હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ માટે વરદાન સાબિત થશે.
તેમણે બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ, ફેકલ્ટી હાઉસ અને ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડીંગનું પણ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ઝડપથી કામ કરવા નિર્દેશ આપ્યા. ડો.બલબીર સિંહે સરકારી મેડિકલ કોલેજને દેશની અગ્રણી મેડિકલ કોલેજોમાંની એક બનાવવા માટે બનાવેલી યોજનાને અમલમાં મૂકવા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
તેમણે કહ્યું કે, ચારેય સંસ્થાઓમાં ફેકલ્ટીની પ્રગતિ ચાલી રહી છે. સમગ્ર વ્યવસ્થાને પારદર્શક અને કાર્યક્ષમ બનાવવી એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.












Click it and Unblock the Notifications
