For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવંત માન સરકારને મોટો ઝટકો, પંજાબ હાઈકોર્ટે 424 VIPને ફરી સુરક્ષા આપવા આપ્યા આદેશ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ હાઈકોર્ટે વીવીઆઈપીને હટાવવાના પંજાબ સરકારના નિર્ણયને પલટી નાખ્યો છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજે કહ્યું કે 420 થી વધુ VIPs માટે સુરક્ષા કવચ પ

|
Google Oneindia Gujarati News

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ હાઈકોર્ટે વીવીઆઈપીને હટાવવાના પંજાબ સરકારના નિર્ણયને પલટી નાખ્યો છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજે કહ્યું કે 420 થી વધુ VIPs માટે સુરક્ષા કવચ પુનઃસ્થાપિત કરવામાં આવે. જણાવી દઈએ કે, પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પંજાબમાં વીવીઆઈપીની સુરક્ષા પાછી ખેંચવા અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે છેલ્લી સુનાવણીમાં સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

HC

એનડીટીવીના સમાચાર મુજબ વીવીઆઈપી સુરક્ષા પાછી ખેંચવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે પંજાબ હરિયાણા હાઈકોર્ટે આજે આદેશ આપ્યો છે કે 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, તેઓને 7 જૂનથી પુનઃસ્થાપિત કરવામાં આવે. આ અરજી પૂર્વ મંત્રી ઓપી સોની દ્વારા દાખલ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે પંજાબની ભગવંત માન સરકાર દ્વારા તાજેતરની સુરક્ષા સમીક્ષા બાદ 424 લોકોની સુરક્ષા ઓછી કરવામાં આવી હતી અથવા તો પાછી ખેંચી લેવામાં આવી હતી. ગાયક સિદ્ધુ મુસેવાલા તે લોકોમાંના એક હતા જેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જેની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવ્યાના બીજા જ દિવસે હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા હટાવવાની માહિતી પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ઘટના બાદ હવે પંજાબ સરકારની આકરી ટીકા થઈ રહી છે.

English summary
Punjab High Court orders government to restore 424 VIPs Security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X