પંજાબના મંત્રી હરજોત સિંહ બેન્સે IPS જ્યોતિ યાદવ સાથે લગ્ન કર્યા

પંજાબ સરકારમાં શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ IPS જ્યોતિ યાદવ સાથે લગ્નગ્રથીથી જોડાયા છે. પંજાબના રૂપનગરમાં જિલ્લામાં નગલ પાસે વિભોર ગુરૂદ્વારામાં આયોજીત આ લગ્ન સમારોહ યોજાયો હતો. હરજોત સિંહ બેન્સ અને જ્યોતિ યાદવના લગ્ન સમારોહમા્ં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી મંત્રી અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. હવે આ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હરજોત સિંહ બેન્સ રૂપનગર જિલ્લાના આનંદપુર સાહિબ મતવિસ્તારમાંથી પહેલી વખતના ધારાસભ્ય છે તો જ્યોતિ યાદવ પંજાબ કેડરના IPS અધિકારી છે. વ્યવસાયે એડવોકેટ હરજોત સિંહ બેન્સ હાલ પંજાબ સરકારમાં શિક્ષણમંત્રી છે.
હાલના પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ આનંદપુર સાહિબના ગંભીરપુર ગામના રહેવાસી છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં તેઓ સાહનેવાલ મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય તેમણે રાજ્યમાં આમ આદમી પાર્ટીની યુવા પાંખનું નેતૃત્વ પણ કર્યું છે.
જ્યોતિ યાદવ પંજાબ કેડરના IPS અધિકારી અને હાલ માનસા જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે તૈનાત છે. જ્યોતિ યાદવ હરિયાણાના ગુરુગ્રામના વતની છે. ગયા વર્ષે AAP ધારાસભ્ય રાજીન્દરપાલ કૌર છિના સાથે ઝઘડા બાદ ચર્ચામાં આવી હતી. જ્યોતિ તે સમયે લુધિયાણામાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા.
આપ નેતા રાજીન્દરપાલ કૌરે IPS ઓફિસર જ્યોતિ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમને જાણ કર્યા વિના તેમના મતવિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. IPS ત્યારે લુધિયાણામાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા.












Click it and Unblock the Notifications
