For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબના ધારાસભ્ય દિનેશ ચઢ્ઢા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા, ઈમરજન્સી વોર્ડની સમીક્ષા કરી.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સતત નવી આરોગ્ય સુવિધાઓ ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના રોપડથી ધારાસભ્ય દિનેશ ચઢ્ઢા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર સતત નવી આરોગ્ય સુવિધાઓ ઉભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના રોપડથી ધારાસભ્ય દિનેશ ચઢ્ઢા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

Dinesh Chadha

ધારાસભ્ય દિનેશ ચઢ્ઢા શુક્રવારે મોડી રાત્રે 12 વાગે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સુવિધાઓની તપાસ કરી હતી તેમણે નાઈટ ડ્યુટીમાં જોડાયેલા સ્ટાફની માહિતી લીધી અને ત્યાર બાદ હોસ્પિટલના ઈમરજન્સીથી લઈને લગભગ દરેક વોર્ડમાં દર્દીઓની માહિતી લીધી મેળવી હતી.

તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરી હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી મેળવી હતી. તેમણે દર્દીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ ઉકેલવાની પણ ખાતરી આપી હતી. આ દરમિયાન ઈમરજન્સી વોર્ડની મુલાકાત લઈને સફાઈ વ્યવસ્થાની પણ જાણકારી મેળવી હતી. મુલાકાત બાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા હતા.

તેમણે સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલમાં તમામ દવાઓ અને ટેસ્ટ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સાથે સરકારમાં લોકોનો વિશ્વાસ પણ જળવાઈ રહેવો જોઈએ. તેમણે ડોકટરો તેમજ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફને લોકોને પડતી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા અપીલ કરી હતી.

English summary
Punjab MLA Dinesh Chadha visited the hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X