For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB એ ગીંતાજલિને ફ્રોડ કંપની જાહેર કરી, શોરૂમ પર પડી રેડ

નિરવ મોદીના પટના શોરૂમમાં પડી રેડ. 2 કરોડના હિરા કરવામાં આવ્યા જપ્ત. નિરવ મોદી પર આ સિવાય સરકારે શું કાર્યવાહી કરી છે તે અંગે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં 114000 કરોડનું કૌભાંડ બહાર આવ્યા પછી નિરવ મોદી અને મેહુલ ચૌકસી તથા તેમના અન્ય સહયોગીઓ વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરી રહી છે. આ વચ્ચે પંજાબ નેશનલ બેંકે ગીતંજલિ ગ્રુપને એક છેતરપીંડી કરતી કંપની જાહેર કરી છે. તે વાત પણ સામે આવી છે કે ગીતાંજલિ ગ્રુપ દ્વારા પણ છેતરપીંડી કરેલા નાણાંનું ટ્રાંજેક્શન કરવામાં આવ્યું હતું. પીએનબીએ આમ ગીતાંજલિ ગ્રુપ અને નિરવ મોદીની કંપનીઓ વચ્ચે થયેલી લેવડ દેવડના ખુલાસા પછી આ પગલું ભર્યું છે. ગીતાંજલિ ગ્રુપે આ મામલે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું છે પીએનબી ઉતાવળીઓ નિર્ણય લઇ રહી છે. વળી હજારો કરોડની છેતરપીંડીમાં ફસાયેલી પીએનબી તેની કેટલીક રિયલ એસ્ટેટ સંપત્તિઓને વેચવાની પણ તૈયારી કરી રહ્યં છે.

nirav modi

આ વિષયથી જોડાયેલા એક સુત્રએ કહ્યું કે તેમાં દિલ્હી સ્થિત એક વિશાળ બેંક ઓફિસ સ્પેસ પણ છે. જેની હાલની કિંમત 5,000 કરોડ રૂપિયા છે. વધુમાં શુક્રવારે પટનાના મહારાજા કોમ્પલેક્સમાં આવેલ ગીતાંજલિના સ્ટોરમાં પણ રેડ પાડવામાં આવી હતી. ગુરુવારે પણ નિરવ મોદીના સુરત સમેત દિલ્હી મુંબઇના શો રૂમમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં તપાસ એજન્સીઓએ 5,1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. સાથે જ નિરવ મોદી વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરીને તેનો પાસપોર્ટ પર સરેન્ડર કર્યો હતો. સાથે જ નિરવ મોદી અને મેહુલ ચૌકસીએ ઇડીએ સમન મોકલાવ્યા છે. અને મુંબઇ ઓફિસમાં 23 ફેબ્રુઆરી પહેલા હાજર થવાનું જણાવ્યું છે. સાથે જ પીએનબી સ્કેમ પર નિરવ અને મેહુલને લોન આપનાર બેંકના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સમેત ત્રણ લોકોની સીબીઆઇએ ધરપકડ કરી છે.

English summary
Nirav Modi: Punjab National Bank has declared Gitanjali Group a fraud entityraid on patna geetanjali store seized diamond of rupees 2 crore. Read more update on Nirav Modi news here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X