Punjab news: ભાજપે મધ્ય પ્રદેશમાં લોકશાહીની હત્યા કરી, કર્યા છે અનેક કૌભાંડો - CM ભગવંત માન
Punjab news: મધ્યપ્રદેશમાં ચૂંટણી માટે પ્રચાર પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ વખતે ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાન જંગમાં શામેલ છે, જેના કારણે હરીફાઈ ત્રિકોણીય બની છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ રાજ્યની જનતાને AAP ને મત આપવા અપીલ કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પરિવર્તનનું બીજું નામ કેજરીવાલ છે, જે સામાન્ય પરિવારના પુત્ર-પુત્રીઓને સાથે લઈને આગળ વધે છે. મધ્ય પ્રદેશમાં 18 વર્ષથી ભાજપની સરકાર છે, જેમાં અનેક કૌભાંડો થયા છે. ગત વખતે લોકોએ પરિવર્તન લાવ્યું હતું, પરંતુ ભાજપે લોકશાહીની હત્યા કરી સરકારને ઉથલાવી નાખી છે.

ભગવંત માને જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી રહી છે અને અમે સમગ્ર દેશમાં જઈ રહ્યા છીએ. અમે હવે એક રાષ્ટ્રીય પક્ષ છીએ, દિલ્હી અને પંજાબમાં AAPના વિકાસ મોડલને આગળ ધપાવી રહ્યા છીએ. જે શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સાચી જાહેર સેવા પર આધારિત છે. અમે ક્યારેય માત્ર જુમલાનો પ્રચાર કરતા નથી, પરંતુ લોકોને આપવામાં આવેલી દરેક ગેરંટી પૂરી કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ત્યાં 17 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે અન્ય રાજ્યોમાં પરિણામ 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં 17 નવેમ્બરના રોજ 5 કરોડ 60 લાખ 60 હજાર 925 મતદારો પોતાનો નિર્ણય ઈવીએમમાંકેદ કરશે. જોકે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી, જે બાદમાં બળવો થયો હતો અને ભાજપ ફરી પાછો ફર્યો હતો.












Click it and Unblock the Notifications
