Punjab News : દરેક પૂર પીડિતોને મળશે વળતરની રકમ, CM માને કરી જાહેરાત

Punjab News : પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનના દરેક પૈસા વળતર આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પંજાબ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સમગ્ર રાજ્યમાંથી નિયમિત રિપોર્ટ લઈ રહ્યા છે.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, જિલ્લાઓમાં ચાલી રહેલી રાહત કામગીરી અને સમગ્ર રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.

Punjab News

CM ભગવંત માને જણાવ્યું હતું કે, મુશ્કેલીની આ ઘડીમાં લોકોને મદદ કરવી એ રાજ્ય સરકારની ફરજ છે અને આ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારમાં બેઠેલા છેલ્લા વ્યક્તિને રાહત આપવામાં આવશે. રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે. રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે પહેલ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ડેમ સુરક્ષિત છે અને પાણી ખતરાના નિશાનથી નીચે વહી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, બુધવારની સાંજ સુધીમાં રાજ્યમાં સ્થિતિ સુધરશે.

ભગવંત માને જણાવ્યું હતું કે, તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં પહેલાથી જ તૈનાત છે અને સંકટની આ ઘડીમાં જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની વર્તમાન જળ સ્થિતિના અહેવાલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન અહેવાલોના આધારે વહીવટીતંત્રને અપડેટ કરવામાં આવી રહ્યું છે. અમારી પ્રાથમિકતા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સહાય પૂરી પાડવાની છે. તમામ ડેમ સુરક્ષિત છે અને ખતરાના નિશાનથી નીચે છે.

ભગવંત માને જણાવ્યું હતું કે, એવી આશા રાખવામાં આવી છે કે, સ્થિતિ સારી રહેશે, આજે સાંજ સુધીમાં પંજાબમાં ઘણો સુધારો જોવા મળશે. કોઈપણ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર લોકોની પડખે ઊભી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X