Punjab News : સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળશે આ સુવિધા, CM માને કરી જાહેરાત

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સરકારી શાળાઓને લઈને મોટી જાહેરાત કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને લાવવા માટે બસો દોડાવવામાં આવશે.

Punjab News

આ બસોના કારણે વિદ્યાર્થીઓને શાળાના અંતરના કારણે અવર-જવરમાં મુશ્કેલી પડતી હોવાથી અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડશે નહીં. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 21 કરોડની રકમ બહાર પાડવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં છોકરીઓ માટેની 15 શાળાઓ અને 117 શાળાઓમાંથી કેટલીક પ્રખ્યાત શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, શાળાના અંતર અને બસ સેવા ન મળવાના કારણે ખાસ કરીને છોકરીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે ઘણી છોકરીઓએ અભ્યાસ છોડવો પડ્યો હતો. જેના કારણે બાળકોનો અભ્યાસ ન ચૂકે અને તેઓ સરળતાથી પોતાની શાળાએ જઈ શકે તે માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X