Punjab News : દિવ્યાંગોના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે માન સરકાર, ભરતી અંગે લીધો મોટો નિર્ણય
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે.
પંજાબ સરકાર નોકરી અને રોજગાર ક્ષેત્રે ઉમદા કામગીરી કરી રહી છે. આ સાથે માન સરકાર દિવ્યાંગો પ્રત્ય પણ સંવેદનશીલ વલણ દાખવીને તેમના માટે સતત પ્રયત્નશીલ રહે છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની રાજ્ય સરકાર વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. જે અનુસાર રાજ્યના તમામ સરકારી વિભાગોમાં અગ્રતાના ધોરણે સીધી ભરતી અને બઢતીના ક્વોટાનો બેકલોગ દૂર કરવા માટે 20 જુલાઈથી 20 સપ્ટેમ્બર, 2023 દરમિયાન એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.
સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દિવ્યાંગોના બેકલોગને પ્રાથમિકતાના ધોરણે ભરવાનો પ્રયાસ કરી રહી છે. 32 વિભાગોએ આ અંગે માહિતી આપી છે અને માહિતીના આધારે કુલ 920 જગ્યાઓ ખાલી છે.
ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, આ તમામ જગ્યામાં સીધી ભરતી અને પ્રમોશન દ્વારા ભરવામાં આવનારી પોસ્ટ્સની સંખ્યા પણ સામેલ છે.
તેમણે અધિકારીઓને અન્ય વિભાગોના બેકલોગ અહેવાલો તાત્કાલિક મેળવવા અને તેમને આ અભિયાનમાં સામેલ કરવાની ખાતરી કરવા નિર્દેશ આપ્યો.
પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રીએ વિકલાંગ વ્યક્તિઓના રોસ્ટર રજિસ્ટરની યોગ્ય રીતે જાળવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી ભવિષ્યમાં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016 અને તેની સૂચનાઓ અનુસાર વિકલાંગ વ્યક્તિઓને સમયસર સીધી ભરતી અને બઢતીનો લાભ મળી શકે.
સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. બલજીત કૌરે વિભાગને આ અંગે વર્કશોપ યોજીને માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્ય કચેરીઓ અને પ્રાદેશિક કચેરીઓમાં વિકલાંગોના રોસ્ટર રજિસ્ટરને યોગ્ય રીતે તૈયાર કરવા માટે તમામ સ્તરે તાલીમ આપીને, આ પ્રશિક્ષકોએ ખાતરી કરવી જોઈએ કે, વિકલાંગ ક્વોટાની જગ્યાઓ ભવિષ્યમાં રોસ્ટર રજિસ્ટર સૂચનાઓ અનુસાર તૈયાર કરવામાં આવે.












Click it and Unblock the Notifications
