પંજાબમાં તીવ્ર ઠંડીને કારણે 14 જાન્યુઆરી સુધી બંધ કરી 10માં સુધીની સ્કૂલ, સીએમ ભગવંત માને આપ્યો આદેશ
Punjab News: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાનમાં ભારે ઘટાડાથી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કાતિલ ઠંડીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. વધતી ઠંડીને કારણે ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ પર પહોંચી ગયું છે.
ઠંડી અને શીત લહેર વધવાની સંભાવના વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી પંજાબની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 10મી સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રી ભગવંત માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. સીએમ ભગવંત માને કહ્યું કે રાજ્યની તમામ શાળાઓમાં 14 જાન્યુઆરી સુધી રજા રહેશે.
નોંધનીય છે કે ઠંડીના કારણે પંજાબની સરકારી અને ખાનગી શાળાઓનો સમય સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી બદલાયો હતો. શાળાની રજાઓ લંબાવવામાં આવી ન હતી પરંતુ સોમવારે સીએમ માને પંજાબની તમામ શાળાઓમાં 10મી સુધી 14મી જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે.












Click it and Unblock the Notifications
