For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌત

પંજાબના અમૃતસરમાં રાજાસાંસિ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયાની ખબર આવી રહી છે. આ ધમાકામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે અને 10 લોકો ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબના અમૃતસરમાં રાજાસાંસિ નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયાની ખબર આવી રહી છે. આ ધમાકામાં ત્રણ લોકોની મૌત થઇ ચુકી છે અને 10 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવિવારે સવારે મોટરસાઇકલ પર સવાર 2 લોકોએ ધાર્મિક ડેરામાં આ વિસ્ફોટક ફેંકીને ફરાર થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે જયારે આ ઘટના થઇ ત્યારે સમાગમ કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

punjab bomb blast

શરૂઆતી તપાસમાં તેને આતંકી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી આખા પંજાબમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે પણ રાજસ્થાન સાથે જોડાયેલી સીમાઓને સીલ કરી દીધી છે. પોલીસે અફવાહો પર ધ્યાન નહીં આપવા માટે અપીલ કરી છે.

punjab bomb blast

આ હુમલામાં સૌથી પહેલું નિવેદન પંજાબ કોંગ્રેસ ચીફ સુનિલ ઝાકર ઘ્વારા આપવામાં આવ્યું છે. તેમને કહ્યું કે ઘટનામાં જીવ ગુમાવનાર લોકો સાથે મારી સંવેદના છે. આ પંજાબની શાંતિ ભંગ કરવાની કોશિશ છે. તેમને આગળ જણાવ્યું કે શાંતિ જાળવી રાખવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્ક રેહવું જોઈએ.

English summary
Several injured in a blast at Nirankari Bhawan in Amritsar's Rajasansi village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X