પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાની નવી પહેલ, પરાલી ન બાળનારા માટે મોટુ એલાન
જાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાએ એક નવી પહેલ કરતા પોતાના ગામની પંચાયતો માટે મોટુ એલાન કર્યુ છે.
ચંદીગઢઃ વાયુ પ્રદૂષણને કારણે પંજાબમાં સરકાર ખેડૂતોને સતત પરાલી(સૂકુ ઘાસ) ન બાળવા માટે સમજાવી રહી છે તેમછતાં ઘણા ઘણી જગ્યાએ પરાલી બાળવાનુ ચાલુ જ છે. હવે પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાએ એક નવી પહેલ કરતા પોતાના ગામની પંચાયતો માટે જે લોકો ડાંગરનુ ભૂસુ નથી બાળતા તેમના માટે મોટી જાહેરાત કરી છે.

તેમણે પોતાના પાવર ક્વોટામાંથી દરેક પંચાયતોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સંધવાએ કહ્યુ છે કે પરાલી સળગાવવાથી જમીનની ફળદ્રુપ શક્તિનો નાશ થાય છે અને પર્યાવરણ પર પણ ખરાબ અસર પડે છે. જેમ જેમ લોકો પરાલી બાળવાથી થતા નુકસાન વિશે જાગૃત થઈ રહ્યા છે તેમ તેમ તેઓ તેમ કરવાનું છોડી રહ્યા છે.
કુલતાર સિંહ સંધવા માત્ર પરાલી ન બાળવા અંગે જાગૃત કરે છે એટલુ જ નહિ પરંતુ જેઓ પરાલી નથી બાળતા તેમનુ તેઓ સન્માન કરી રહ્યા છે. હાલમાં જ વિધાનસભામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોનુ સન્માન કર્યુ હતુ. આ એવોર્ડ સમારોહમાં ફરીદકોટ જિલ્લાના 18, મોગાના 13, સંગરુરના 10, રૂપનગરના 1 અને ગુરદાસપુરના 10 અને લુધિયાણા અને બરનાલાના 7 ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે ખેડૂતોને વધુને વધુ રોપાઓ વાવવા અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
