Punjab : સીએમ ભગવંત માનની પંજાબના ઉદ્યોગ જગતે પ્રસંશા કરી, કહ્યું-પ્રદેશ વિકાસના રસ્તે
આમ આદમી પાર્ટીની પંજાબની ભગવંત માન સરકાર રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલા ભરી રહી છે. આ ક્રમમાં જ પંજાબના ઉદ્યોગ જગતે સીએમ ભગવંત માનની પ્રસંશા કરી છે.
પંજાબ સરકારના કામની પ્રશંસા કરતા ફૂટવેર એસોસિએશનના વરુણ જયરથે કહ્યું કે, રાજ્ય સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે, પંજાબ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે, આભાર કે સરકારે OTS યોજનાની છેલ્લી તારીખ લંબાવવાની અમારી અપીલ સ્વીકારી. આ યોજના 15મી માર્ચે પૂરી થઈ રહી હતી પરંતુ હવે તેને 15મી મે સુધી લંબાવી દેવામાં આવી છે.
કુકુ એક્સપોર્ટ્સના દિનેશ પુરીએ માન સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે, આપ દી સરકાર આપ દે દ્વાર એક સારી પહેલ છે. તેમણે કહ્યું કે, અમને અમારા ઘરની નજીકના કેમ્પમાં અડધા કલાકમાં અમારા પુત્રનું જન્મ પ્રમાણપત્ર મળી ગયું. અમે મુખ્ય પ્રધાનને ચીનમાંથી ઓછા ભાવે આયાત થતા કપડાં પર પ્રતિબંધ મૂકવાની વિનંતી પણ કરી છે, જેના પર મુખ્ય પ્રધાન ભગવંતસિંહ માને કહ્યું કે તેઓ આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવશે.
આ સિવાય બાબા ચિકનના હાર્મિક સિંહે રાજ્ય સરકારના મેરા બિલ, મેરા અધિકાર એપના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આ એપએ કરદાતાઓને યોગ્ય તક પૂરી પાડી છે. નકલી બિલને રોકવા માટે એપ એક મોટું માધ્યમ બની ગયું છે. જેના કારણે ટેક્સ ન ભરનારાઓએ પણ ટેક્સ ભરવાનું શરૂ કરી દીધું છે.
ટિશ્યુ ઉત્પાદક તલવિંદર કુમારે કહ્યું કે, સરકારે તેના તમામ વચનો પૂરા કર્યા છે, આ માટે અમે તેમના આભારી છીએ. અમે દોરાહા અને ખન્નામાં સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી હતી, જેને મુખ્યમંત્રીએ તરત જ સ્વીકારી લીધી.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
