પંજાબનું એક એવું ગામ જ્યાં ક્યારેય નથી થયું મતદાન!
હોશિયારપૂર, 3 જુલાઇ : એકબાજું 3 જુલાઇના રોજ આખા પંજાબમાં પંચાયતી ચૂંટણી યોજાઇ અને મતદાતાઓને જીતવા માટે મારામારીના સમાચાર પણ આવ્યા હતા. આ બધાની વિરુદ્ધ પંજાબમાં એક એવું પણ ગામ છે જ્યાં ક્યાંરેય પણ પંચાયતની પસંદગી માટે વોટિંગ કરવામાં આવ્યું નથી. જોકે આ અંગેનો નિર્ણય સર્વસંમતિ દ્વારા કરવામાં આવે છે.
હા આ ગામડા સાથે જોડાયેલા અન્ય ગામડાઓમાં મતદાન થકી પંચાયતની પસંદગી કરે છે પરંતુ આઝાદીથી લઇને અત્યાર સુધી આ ગામમાં આજ દીન સુધી મતદાન થયું નથી. અને લોકભાગીદારીને જોતા લાગે છે કે થશે પણ નહી.
પંજાબના જિલ્લા હોશિયારપૂરના હલકા ચબ્બેવાલના સીના ગામમાં પંચાયત મતદાન થયું નહી. અત્રે ગામના લોકોનું કહેવું છે કે એક સમય હતો જ્યારે આ ગામમાં સુવિધાઓ ન્હોતી, પરંતુ સરકારની મદદ અને ગ્રમજનોના સહયોગથી રસ્તાઓને પાક્કા કરવામાં આવ્યા. રસ્તાઓને સંપર્કોથી જોડવા માટે પૂલોનું નિર્માણ કરવામાં આવ્યું. આ ગામમા સુવિધાઓનું નિર્માણ લોકભાગીદારી થકી જ કરવામાં આવ્યું છે.

તેમનું કહેવું છે કે સર્વસમ્મતિ સાથે પંચાયતની પસંદગી કરવાની સાથે મેળમેળાપ અને પ્રેમની ભાવના વધે છે. જો ગામમાં કોઇ પ્રકારનો ઝઘડો અથવા મતભેદ થઇ જાય તો તેને અંદરોઅંદર સમજીને ગામમાં જ ઉકેલી લેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
