For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગન્નાથજીના રથ પર 'પદ્મશ્રી' ડાન્સર પાસે માંગી લાંચ, ના આપતા કરી મારામારી

|
Google Oneindia Gujarati News

પુરી, 22 જુલાઇ : ઇટલીમાં જન્મેલી અને જાણીતી ઓડિયા ડાન્સર ઇલિયાના સિતારિસ્તીએ આરોપ લગાવ્યો છે કે ભગવાન જગન્નાથના રથ પર સવાર સેવકોએ તેમની સાથે મારામારી કરી કારણ કે તેમણે ભગવાનના દર્શન કરવા માટે રૂપિયા આપવાથી ઇનકાર કરી દીધો હતો. ઓડિશી ડાન્સને પ્રોત્સાહન આપવા માટે સિતારિસ્તીને પદ્મશ્રી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

તેમણે પોતાની ફરિયાદમાં આરોપ લગાયો છે કે તેઓ પોતાની એક વિદ્યાર્થિની પુરોહિતને 20-20 રૂપિયા આપીને રથ પર સવાર થઇ ગયા હતા. જ્યારે તેમણે ભગવાન જગન્નાથ તરફ નજીક જવાનો પ્રયત્ન કર્યો તો એક સેવકે દર્શન કરવા માટે તેમની પાસે એક હજાર રૂપિયાની માંગ કરી. જ્યારે તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો તો સેવકે તેમની સાથે દર્વ્યવહાર કર્યો અને તેમની સાથે મારામારી પણ કરી.

ઓડિશામાં રહેતી વિદેશી નાગરિકે જણાવ્યું કે 'સેવકના આવા વર્તનના કારણે હું હેરાન રહી ગઇ. તેણે વિદેશી વિદેશી કહીને મારા માથા પર ત્રણવાર માર્યું.' મંદિરના મુખ્ય પ્રશાસક અરવિંદ પઢીએ જણાવ્યુ કે સિતારિસ્તીએ મંદિર પ્રશાસનને ફરિયાદ કરી છે. મંદિર પોલીસના કમાંડરે જણાવ્યું કે 'બરકંડાસ'ને એ બાબતની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે એ વખતે 'નંદીઘોષ' દરમિયાન રથ પર કોણકોણ સવાર હતા.

rath yatra
મંદિર પ્રશાસન મંદિર કમાંડ પાસેથી ઘટના અંગે રિપોર્ટ મેળવીને રાજ્ય પોલીસને અહેવાસ સુપરત કરશે. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અરવિંદ પઢીએ જણાવ્યું કે 'કોઇ પણ હાલતમાં ભક્તોનું નિરાદર કરવું જોઇએ નહીં.'

દૈતાપાતી નિયોગના અધ્યક્ષ રામચંદ્ર દસમહાપાત્રએ જણાવ્યું કે 'કોઇપણ ભક્તને મારવાનો અમને કોઇ અધિકાર નથી. દૈતાપાતી નિયોગ તરફથી ઘટેલી આ ઘૃણિત ઘટના માટે હું માફી માગું છું.'

જોકે મંદિરની પ્રથા અનુસાર વાર્ષિક રથયાત્રા મહોત્સવ દરમિયાન કોઇપણ વિદેશીને ભગવાન જગન્નાથના રથ પર સવાર થવા અને ભગવાનને અડવાની પરવાનગી આપવામાં આવતી નથી.

English summary
Was manhandled on Lord Jagannath's chariot says Padma Shri dancer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X