For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકોના સેલ્ફી લેવાના ચક્કરમાં અજગરે જીવ ગુમાવ્યો

પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં લોકોના સેલ્ફી લેવાને કારણે એક અજગરની મૌત થઇ ગયી છે. વીરભૂમ જિલ્લામાં બુધવારે સ્થાનીય લોકો એક અજગરને જોઈને એટલા ઉત્સાહિત થઇ ગયા કે તેનો જીવ લઇ બેઠા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં લોકોના સેલ્ફી લેવાને કારણે એક અજગરની મૌત થઇ ગયી છે. વીરભૂમ જિલ્લામાં બુધવારે સ્થાનીય લોકો એક અજગરને જોઈને એટલા ઉત્સાહિત થઇ ગયા કે તેનો જીવ લઇ બેઠા. અજગરને જોઈને ખુબ જ મોટી ભીડ જામી ગયી, લોકો તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા. લોકોના પરેશાન કરવાથી અજગરની ત્યાં જ મૌત થઇ ગયી. વનવિભાગે આ મામલે જાંચ કરવાના આદેશ આપ્યા છે.

python

હિન્દુસ્તાન ટાઈમ્સની ખબર અનુસાર વીરભૂમ જિલ્લામાં લોકોની યાતનાઓથી એક અજગરની મૌત થઇ ચુકી છે. કોલકાતાથી 218 કિલોમીટર દૂર વીરભૂમ જિલ્લાના કાંકરતાલાના બાબુજીયોર ગામમાં સ્થાનીય લોકોને હિંગલું નદી પાસે એક અજગર મળ્યો. નદી પાસે અજગર મળવા અંગે ખબર જેવી ગામલોકોમાં ફેલાઈ તેની સાથે બધા જ તેને જોવા માટે નદી પાસે આવી પહોંચ્યા. લોકો અજગરને જોઈને ઘણા ઉત્સાહિત થઇ ગયા અને તેની સાથે ફોટો ખેંચાવવા લાગ્યા.

વનવિભાગ અનુસાર કેટલાક લોકોએ ડંડા ઘ્વારા અજગરને હેરાન પણ કર્યો. લોકો વારંવાર અજગરને ડંડા ઘ્વારા અડકી રહ્યા હતા. કેટલાક લોકોએ ફોટો ખેંચાવવા માટે અજગરને પોતાના ગળામાં પણ લપેટી લીધો. આ બધાને કારણે અજગર ખુબ જ કમજોર પડી ગયો અને પોતાનો બચાવ નહીં કરી શક્યો. જેને કારણે ગામના લોકોને તેને પરેશાન કરવા માટે મોકો મળી ગયો. થોડા સમય પછી અજગરની મૌત થઇ ગયી. વનવિભાગ અધિકારી હરિ ક્રિષ્ણન ઘ્વારા જણાવવામાં આવ્યું કે અજગરને રેસ્ક્યુ કરવા માટે વનવિભાગ સ્ટાફ ત્યાં પહોંચી ગયો. પરંતુ તે પહેલા અજગરની મૌત થઇ ચુકી હતી.

વનવિભાગે આ મામલે જાંચ કરવાના આદેશ આપ્યા છે અને જે લોકોએ અજગરને પરેશાન કર્યો તેની શોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં કોઈ પક્ષી અથવા જાનવરની મૌત થવાનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ સેલ્ફી લેવાના ચક્કરમાં એક મોરનો જીવ ચાલ્યો ગયો હતો. ગયા વર્ષે હાથી સાથે ફોટો ખેંચાવવાના ચક્કરમાં એક 40 વર્ષીય યુવકનો જીવ પણ ચાલ્યો ગયો હતો.

English summary
Python In West Bengal Died After Manhandled By Locals, Forest Department Orders Probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X