150 કરોડનો સવાલ છે એટલે જુગાર રમવો જરૂરી છે : મનોહર પારિકર

manohar-parrikar
પણજી, 6 જુલાઇ : જુગાર રમવો શા માટે જરૂરી છે? કસિનો એટલે જુગારના અડ્ડાઓ શા માટે બંધ કરવામાં આવતા નથી તેનો જવાબ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર પાસે છે. મનોહર પારિકરનું કહેવું છે કે રાજ્યમાં કેસિનો બંધ કરવામાં નહીં આવે, કારણ કે આ 150 કરોડના રાજસ્વનો સવાલ છે. ગોવા સરકાર 150 કરોડની આવકનું નુકસાન ભોગવવા તૈયાર નથી.

પારિકરે જણાવ્યું કે "કેસિનો પાસેથી રાજ્ય સરકારને 150 કરોડની આવક મળે છે. હું વ્યક્તિગત રીતે કેસિનોનો વિરોધી છું. જો મેં કેસિનો બંધ કરાવ્યા તો તેમાંથી મળતી આવકની ભરપાઇ ક્યાંથી કેવી રીતે કરીશું."

ઉલ્લેખનીય છે કે પાછલી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પારિકરે કેસિનોનો વિરોધ કર્યો હતો. આ બેઠકમાં તેમણે અન્ય એક મુદ્દા પર જણાવ્યું કે જો પૂરોગામી કોંગ્રેસની આગેવાનીવાલી પ્રદેશ સરકારના કાર્યકાળમાં થયેલા કૌભાંડોની તપાસ કરવામાં આવે તો પ્રદેશ પ્રશાસનના અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.

તેમણે જણાવ્યું કે એક રીતે જોઇએ તો એક પણ સરકારી અધિકારી એવો નથી જેણે અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી ના હોય. હું કડક બનીશ તો અડધાથી વધારે અધિકારીઓ જેલમાં હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X