For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભામાં બઢતીમાં અનામત સુધારા દરખાસ્તને મંજૂરી

|
Google Oneindia Gujarati News

rajyasabha
નવી દિલ્હી, 18 ડિસેમ્બર : રાજ્યસભામાં અનૂસૂચિત જાતિઓ અને જનજાતિઓને બઢતીમાં અનામતનો લાભ આપતી સુધારણા દરખાસ્તને રાજ્યસભામાં ભારે બહુમતી સાથે મંજૂરી મળી ગઇ છે.

245 સભ્યોવાળી રાજ્યસભામાં દરખાસ્તના સમર્થનમાં 206 મત પડ્યા હતા. જ્યારે 10 સભ્યોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. આ દરખાસ્તનો સમાજવાદી પાર્ટી (સપા)એ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ બહુજન સમાજ પાર્ટીએ તેને મંજૂરી અપાવવા માટે પોતાની પૂરી તાકાત કામે લગાવી હતી.

સંવિધાન સુધારણા દરખાસ્ત હોવાને કારણે તેને મંજૂરી અપાવવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. સરકારે આ લક્ષ્યાંકને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો કારણ કે 216 ઉપસ્થિત સભ્યોમાંથી 206એ તેની તરફેણમાં મત આપ્યા હતા.

આ સુધારણાનો વિરોધ કરી રહેલા શિવસેનાના ચાર સભ્યો મતદાન સમયે સંસદમાં હાજર રહ્યા ન હતા. આ બિલને કેન્દ્રીય મંત્રીમંડળે 5 ડિસેમ્બરના રોજ મંજૂરી આપી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષના આરંભમાં ઉત્તર પ્રદેશ સરકારના બઢતીમાં અનામત આપવાના નિર્ણયને બદલી દીધો છે.

English summary
Quota in promotion amendment bill passed in Rajyasabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X