રાધે માં છોકરા છોકરીઓને ભ્રમિત કરીને કરાવતી હતી દેહવેપાર
લાંબા સમયથી અશ્લીલ હરકતો, દહેજ ઉત્પીડન અને અન્ય આરોપોને લઇને ચર્ચામાં રહેલી સેલ્ફમેડ ગોડ મધર રાધે માં પર બોમ્બે હાઇકોર્ટમાં સેક્સ્યોલ હરેઝમેન્ટનો કેસ દાખલ થયો છે. રાધે માં પર આરોપ લગાવવામાં આવ્યા છેકે તે છોકરા છોકરીઓને ભ્રમિત કરીને બાંધીને આશ્રમના એક ખાનગી રૂમમાં લઇ જતી હતી. અને ત્યાં તેમની સાથે ગંદા કામ કરાવતી હતી. એટલુ જ નહીં રાધે માં પર સેક્સ રેકેટ ચલાવવાનો પણ આરોપ છે.

આ અંગે બોમ્બે હાઇકોર્ટના જજ વીએમ કાનડે અને જજ શાલિની ફનસાલકર જોશીની બેચે મહારાષ્ટ્ર સરકારને વિસ્તારથી એફિડેવીટ કરવા માટેના આદેશ કર્યા છે. જજોની બેચે આ ઓર્ડર વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ તરફથી કરવામાં આવેલી જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને કર્યો છે.
જણાવી દઇએ કે આ યાચિકામાં કહેવામાં આવ્યું છેકે રાધે માંનું ટ્રસ્ટ રજીસ્ટર નથી, રાધે માં માતાના નામ પર પોતાની ચોકીમાં છોકરીઓ સાથે દેહવેપાર કરાવે છે. મહત્વપૂર્ણ છેકે રાધે માં ચર્ચામાં ત્યારે આવી હતી કે જ્યારે એક મહિલાએ તેના પર દહેજ ઉત્પીડન અને અશ્લીલતા ફેલાવવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદથી સતત રાધે માંને લઈને અનેક આક્ષેપો અને પુરાવાની મિડીયામાં ચર્ચા થઇ છે.












Click it and Unblock the Notifications
