Video: રાધે માંના કારણે LIVE શોમાં ધર્મગુરૂઓ વચ્ચે મારામારી
નવી દિલ્હી: રાધે માં ખુદ એટલા વિવાદોમાં ઘેરાયેલી છે કે ન પૂછો વાત. અને હવે તો તેમની સાથે જોડાયેલા એક શોમાં પણ કઈંક એવું થયું કે જેનાથી લાઈવ શોમાં શરમજનક સ્થિતિ ઉભી થઈ ગઈ. એક સમાચાર ચેનલ પર રાધે માં અંગે લાઈવ શો ચાલી રહ્યો હતો. પરંતુ આ શો દરમ્યાન ત્યારે શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ જ્યારે બે મહેમાન અંદરોઅંદર લાઈવ શો દરમ્યાન મારામારી પર ઉતરી આવ્યાં.

બંને વચ્ચે તીખી બોલાચાલી થઈ અને બાદમાં બંનેએ એકબીજાને થપ્પડ મારી દીધી. વાસ્તવમાં IBN-7 ચેનલ પર આજનો મુદ્દો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. શોમાં હિંદુ મહાસભાના ઓમજી અને મહિલા જ્યોતિષી રાખી બાઈની વચ્ચે રાધે માંને લઈને તીખી બોલાચાલી શરૂ થઈ ગઈ.
ઓમજીએ કહ્યું કે તમે રાધે માંની આલોચના કેવી રીતે કરી શકો છો. પહેલા તમે પોતાને સુધારો. આ વાતને સાંભળીને શોના અન્ય એક અતિથિ દીપા શર્મા ગુસ્સામાં આવી ગયા. ઓમજીએ શર્માના પારિવારીક જીવન અંગે કેટલાક કથિત વિવાદીત નિવેદનો આપ્યાં. ત્યારબાદ દીપા શર્માએ પોતાની સીટ પરથી ઉભા થઈને લાઈવ શો દરમ્યાન ઓમજીને થપ્પડ મારી દીધી. અને બસ બંનેની વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ.
જુઓ વિડીયો












Click it and Unblock the Notifications
