ટ્વીન્કલ ખન્નાએ જ્યારે પૂછ્યું રાધે મા "સત્સંગ ચલાવે છે કે ડાન્સ બાર”

મુંબઈ: એક પછી એક અનેક ગંભીર આરોપોમાં ઘેરાયેલી સ્વઘોષિત ધર્મગુરૂ રાધે મા પર હવે બોલીવુડ સ્ટાર ટવિંકલ ખન્નાએ સવાલ ઉઠાવ્યો છે. ટવિંકલ ખન્નાએ અંગ્રેજી અખબાર ડીએનએમાં એક કોલમ લખી છે. જેમાં રાધે માના સત્સંગ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે.

radhe maa

કોલમમાં ટવિંકલ ખન્નાએ લખ્યું છે કે લગભગ એક વર્ષ પહેલા તેમની માતા તેમની એક મિત્ર સાથે (કે જે રાધે માની ફોલોવર છે) તેની સાથે રાધે માના સત્સંગમાં ગઈ હતી. જ્યારે ટવિંકલની માતા સાંજે પરત ફરી ત્યારે ટવિંકલે રાધે મા અંગે પૂછ્યું. ટવિંકલે આ સવાલ એટલા માટે કર્યો હતો કે મુંબઈમાં ત્રણ ખાન (શાહરૂખ, સલમાન અને આમીર) કરતા વધુ રાધે માના બેનર્સ અને પોસ્ટર્સ લાગેલા હતા.

વધુમાં ટવિંકલે પોતાની માતાને પૂછ્યું કે શું "આ ચમત્કારીક મહિલાએ વધુમાં કંઈ કહ્યું"?ત્યારે તેના જવાબમાં માતાએ જવાબ આપ્યો "ના" તે કશું બોલતી નથી. આ સાંભળીને ટવિંકલને થોડું અસહજ લાગ્યું, પણ ટવિંકલે માતાને બીજો પ્રશ્ન પૂછ્યો "શું તેમણે કોઈ ચમત્કાર બતાવ્યો"?

જવાબ આપતા પહેલા ટવિંકલની માતા ચૂપ રહી અને કહ્યું પ્લીઝ આવા મુર્ખતાભર્યા સવાલ પૂછવાનું બંધ કર. ટવિંકલને જ્યારે લાગ્યું કે તેમની માતા હવે કોઈ જવાબ નહીં આપે ત્યારે તેમણે ગુગલ સર્ચ ઈન્જિનનો સહારો લીધો. ટવિંકલે ગુગલ પર એક વિડીયો જોયો જેમાં રાધે મા એક વિશાળ મંચ પર બેઠી છે.

લાલ રંગના બ્રાઈડલ ડ્રેસમાં રાધે મા હસતા હતા. થોડી જ વારમાં એક ભક્ત આવે છે, અને રાધે માને ભેટી પડે છે. ભક્ત રાધે માને હવામાં ઉઠાવી ડાન્સ કરવા લાગે છે. થોડીવારમાં અન્ય એક ભક્ત આવે છે, અને રાધે માને ઉંચકીને ફરી ડાન્સ કરતા કરતા સિંહાસન પર બેસાડી દે છે.
આ વિડીયો જોયા બાદ ટવિંકલને ઘણો ગુસ્સો આવ્યો તે તેની માતા પાસે ગઈ અને પૂછ્યું કે તમે "કોઈ સત્સંગમાં ગયા હતા કે ડાન્સ બારમાં"? આ સાંભળીને તેમની માતા ઘણી જ હેબતાઈ ગઈ અને કહ્યું બેટા આવું ના કહેવાય, કોણ જાણે છે કે તે વિડીયો સાચો છે. હોઈ શકે છે કે તે વિડીયો સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા હોય. અને આવુ કહેવા પર રાધે મા ક્યાક તને શ્રાપ ના આપી દે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X