જાણો કેમ રાધેમાંએ કર્યો કલર્સ ચેનલ પર માનહાનિનો દાવો!

હંમેશા કોઇને કોઇ વિવાદમાં જોડાયેલી રાધે માંએ હવે કલર્સ ચેનલ માટે એક વિવાદ ઊભો કર્યો છે. જેના કારણે કલર્સ ચેનલના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. બિગ બોલ 9ની રાહ તો લોકો આતુરતાથી જોઇ રહ્યા છે. પણ હાલ તો આ શો અને કલર્સ ચેનલ કાનૂની કાવાદાવાની મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.

આ ચેનલને રાધે માંના એક ભક્તે કાનૂની નોટિસ મોકલી છે. રાધે માંના આ ભક્તનું કહેવું છે કે આ ચેનલ રાધે માંનું નામ બગાડી રહી છે અને તેમના નામનો ઉપયોગ કરીને ખોટી રીતે પોતાની ટીઆરપી વધારી રહી છે. ત્યારે શું છે આ મામલો તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શું છે આખો વિવાદ?

શું છે આખો વિવાદ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેવા સમાચારો આવવાના શરૂ થયા કે રાધે માં પણ આ વખતના બીગ બોસ 9માં ભાગ લેશે.

ભક્તોની નારાજગી

ભક્તોની નારાજગી

ત્યારે રાધે માંના ભક્તોએ આ અંગે સખત પ્રતિક્રિયા આપી નારાજગી વ્યક્ત કરી. તેમનું કહેવું હતું કે રાધે માંનું નામ જોડીને કલર્ચ અને બિગ બોસ જેવા શો પોતાની ટીઆરપી વધારવાનું કામ કરી રહ્યા છે.

કાનૂની નોટિસ

કાનૂની નોટિસ

એટલું જ નહીં રાધેમાં પરમભક્ત અને અનુયાયી એવા સંજીવ ગુપ્તાએ આ મામલે કલર્સ ચેનલને કાનૂની નોટિસ પણ મોકલી છે.

શું લખ્યું છે નોટિસમાં

શું લખ્યું છે નોટિસમાં

નોટિસમાં સંજીવ ગુપ્તાનું કહેવું છે કે કલર્સ ચેનલ અને બિગ બોસ સિરીયલ રાધેમાંને બદનામ કરી રહ્યા છે. જે માટે તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થવી જોઇએ.

શું ખરેખર રાધેમાં લેશે બીગ બોસમાં ભાગ?

શું ખરેખર રાધેમાં લેશે બીગ બોસમાં ભાગ?

સંજીવ ગુપ્તાના કહેવા મુજબ રાધે માંને કદી પણ આ શો કરવા માટે કોઇ ઓફર નથી આવી. ના જ તેમને આવા કોઇ પણ કોન્ટ્રાક્ટ પર સાઇન કર્યું છે.

સંજીવ ગુપ્તાનું નિવેદન

સંજીવ ગુપ્તાનું નિવેદન

સંજીવ ગુપ્તાએ તો ત્યાં સુધી કહી દીધું કે રાધે માંને આવા કોઇ પણ ટીવી શો કરવામાં કોઇ પણ જાતનો રસ નથી. તે તો ખાલી ભગવાનની ભક્તિ કરવામાં રસ છે.

ટીઆરપી વધારવા માટે

ટીઆરપી વધારવા માટે

વધુમાં સંજીવ ગુપ્તાએ કલર્સ ચેનલ પર આરોપ લગાવ્યો છે કે તે પોતાના શો બીગ બોસની ટીઆરપી વધારવા માટે રાધે માંના નામનો ઉપયોગ કરી રહ્યા છે. અને આ રીતે રાધે માંને બદનામ કરી રહ્યા છે .

માનહાનિનો કેસ

માનહાનિનો કેસ

સંજીવ ગુપ્તાએ કલર્સ ચેનલ પર રાધે માં વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

રાધે માં અને વિવાદો

રાધે માં અને વિવાદો

જો કે આ પહેલા મોડેલ અર્શી ખાન રાધેમાં સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે તેવો આરોપ મુક્યો હતો. અને ડોલી બિન્દ્રા પણ અનેક ગંભીર આરોપો રાધે માં પર મૂક્યા છે તો શું તેમની પર પણ રાધે માંના ભક્તો કોઇ કાર્યવાહી કરશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.

રાધેમાં પર આરોપ

રાધેમાં પર આરોપ

જો કે રાધે માં પર એક મહિલાએ કાંદિવલી પોલિસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. જે મામલે રાધે માં અત્યાર સુધીમાં બે-ત્રણ વાર કાંદિવલી પોલિસ સ્ટેશનનું મુલાકાત લઇ ચૂક્યો છે

રાધેમાંનો ખુલાસો

રાધેમાંનો ખુલાસો

જો કે રાધે માં હંમેશાથી કહેતા આવ્યા છે કે તેમની પર લગાવેલા તમામ આરોપ ખોટા છે અને તે પવિત્ર અને શુધ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X