રાફેલ ડીલઃ ડોક્યુમેન્ટ ચોરી થયાનો દાવો કરીને શું ફસાઈ ગઈ મોદી સરકાર?
રાફેલમાં ડોક્યુમેન્ટ ચોરી થયાનો દાવો કરીને ફસાઈ ગઈ સરકાર?
ચૂંટણી પહેલા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવી રહેલ લડાકૂ વિમાન રાફેલના મામલાએ ફરી ગરમી પકડી લીધી છે. ડિસેમ્બર 2018માં આવેલ સુપ્રીમ કોર્ટના જે ફેસલાને ક્લીન ચિટ ગણાવતા ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની મોદી સરકાર કોંગ્રેસના આરોપોને જૂઠા ગણાવી રહી હતી, તે કોર્ટે જ બુધવારે દસ્તાવેજ ચોરી થવાની કેન્દ્રની દલીલ પર રક્ષા મંત્રાલય પાસેથી સોગંદમાનું માંગી લીધું છે. જેના આધાર બનાવી કોંગ્રેસે ફરી મોદી સરકારને ઘેરી લીધી છે અને આરોપ લગાવ્યો છે કે સરકાર રાફેલ ડીલમાં ફસાઈ રહી હતી, માટે દસ્તાવેજ ચોરીનો દાવો કરી કેસ પર પડદો નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.

જ્યારે સવાલ એ છે કે શું ખરેખર આ મામલે મોદી સરકાર ફસાઈ ગઈ છે અથવા બૈકફુટ પર આવી ગઈ છે. આ સવાલ એટલા માટે કેમ કે સુપ્રીમ કોર્ટે જ્યારે રક્ષા મંત્રાલય પ્રમુખ પાસેથી ચોરીના સંબંધમાં સોગંદનામું માગ્યું તો કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સોગંદનામું રજૂ કરવાની સમહતિ જતાવી દીધી. જ્યારે બીજી બાજુ સુનાવણી દરમિયાન વેણુગોપાલે એમ પણ જણાવ્યું હતું કે દસ્તાવેજ ચોરી થયા તે સંબંધમાં કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
બુધવારે કોર્ટમાં શું થયું
સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર 2018ના રોજ રાફેલ ખરીદીને પડકાર આપતી અરજી ફગાવવાનો આદેશ આપ્યો હતો, જેને પડકાર આપતા પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી. આના પર સુનાવણી દરમિયાન બુધવારે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે લડાકૂ વિમાનની ખરીદી સાથે જોડાયેલ દસ્તાવેજ રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઈ ગયાં છે અને તેની તપાસ ચાલુ છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે દસ્તાવેજોની ચોરીના મામલામાં હજુ સુધી એફઆઈઆર નોંધવામાં આવી નથી.
પીઠે તેમને પૂછ્યું કે આ મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે તેમણે તપાસની વાત કહી. આ દરમિયાન પીઠે વેણુગોપાલને પૂછ્યું કે શું રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે, શું સરકાર ગોપનીયતા કાયદાની આડ લેશે? હું એમ નથી કહી રહ્યો કે એવું થયું છે પરંતુ જો એવું થયું હોય તો શું સરકાર આ કાયદાની આડ લઈ શકે છે?
ઉલ્લેખનીય છે કે કોર્ટે આ ટિપ્પણી એ દલીલ પર આપી જેમાં વેણુગોપાલે કહ્યું હતું કે રાફેલ ડીલ સાથે સંબંધિત દસ્તાવેજ સાર્વજનિક કરનાર સરકારી ગોપનીયતા કાયદા અંતર્ગત ન્યાયાલયના અનાદરના દોષી છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રશાંત ભૂષણ જે દસ્તાવેજોને પોતાની અરજીનો આધાર બનાવી રહ્યા છે, તેઓ રક્ષા મંત્રાલયથી ચોરી થયાં છે. વેણુગોપાલે કોર્ટને એમ પણ કહ્યું કે રાફેલ મામલો રક્ષા ખરીદી સાથે સંબંધિત છે. જેની ન્યાયિક સમીક્ષા ન ઈ શકે. આ તર્ક પર પીઠે એમ પણ કહ્યું કે આ મામલામાં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ન ઉઠે કેમ કે આમાં ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે.
ફસાઈ ગઈ મોદી સરકારઃ રાહુલ ગાધ
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આ વિવાદે ફરી એકવાર મોદી સરકારને ઘેરવાનો મોકો આપી દીધો. તેમણે આરોપ લગાવ્યો કે દસ્તાવેજોની ચોરી થવાની વાત કહેવી એ હકીકતમાં સબૂત નષ્ટ કરવા અને મામલા પર પડદો નાખવાની કોશિશ છે. તેમણે દાવો કર્યો કે રાફેલની મહત્વપૂર્ણ ફાઈલોમાંથી તેઓ ફસાઈ રહ્યા હતા. હવે સરકારે કહ્યું કે આ ફાઈલ ચોરી થઈ ગઈ છે. આ સબૂતને નષ્ટ કરવા અને મામલા પર પડદો નાખવા બરાબર છે. આ દાવો કરતા તેમણે એમ પણ કહ્યું કે હવે રાફેલ કેસમાં પીએમ નરેન્દ્ર મોદી પર કેસ ચલાવવા માટે પર્યાપ્ત સબૂત છે.
સુનાવણી દરમિયાન અરજદાર યશવંત સિન્હા, અરુણ શૌરી અને ખુદ પોતાની તરફથી વિવાદ શરૂ કરતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે જો આ મહત્વપૂર્ણ તથ્યો છૂપાવવામાં નથી આવ્યાં તો કેર્ટો આ મામલામાં એફઆઈઆર નોંધવા અને તપાસ કરાવવા માટે દાખલ અરજીઓ રદ ન કરી હોત. હાલ કોર્ટે આ કેસની સુનાવણી 14 માર્ચ સુધી ટાળી દીધી છે. પરંતુ દસ્તાવેજ ચોરી થવાના દાવા પર સુપ્રીમ કોર્ટેના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે સોગંદનામું આપવા પર સહમતિ દર્શાવી છે. હવે સરકાર સોગંદનામું આપે છે તો રક્ષામંત્રાલયથી દસ્તાવેજ ચોરી થયાં હોવાના દાવા પર મોહર લાગી જશે, પરંતુ રક્ષા મંત્રાલય પાસેથી આટલી મોટી ડીલનાં દસ્તાવેજ ચોરી થવાં એક મોટું ષડયંત્ર અથવા ચૂકની ડિબેટને જન્મ આપી શકે છે. જ્યારે કોંગ્રેસે આ ચોરીને જ સબૂત નષ્ટ કરવાની કોશિશ ગણાવી દીધી. એટલે સરકારનું આ સોગંદનામું જ કોંગ્રેસ માટે મોટું હથિયાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો- રાફેલ: સરકારે કહ્યું, રક્ષા મંત્રાલયથી દસ્તાવેજો ચોરી થયા












Click it and Unblock the Notifications
