For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rafale Deal: સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું, પુનર્વિચાર અરજીઓ ખોટી

Rafale Deal: સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું, પુનર્વિચાર અરજીઓ ખોટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી શનિવારે સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ પર એક એફિડેવિટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે પોતાના આ એફિડેવિટમાં કહ્યું કે 14 સપ્ટેમ્બર 2018ના રોજ 36 રાફેલ જેટની ફરીદી પર ફેસલો આપ્યો હતો, તે યોગ્ય હતો. પોતાના એફિડેવિટમાં સરકારે કહ્યું કે અપ્રમાણિત મીડિયા રિપોર્ટ અને અધૂરી ફાઈલ્સને પુનર્વિચાર માટે આધાર ન બનાવી શકાય. સરકાર તરફથી દાખલ આ એફિડેવિટ મુજબ રાફેલ ડીલને પીએમ તરફથી થઈ રહેલી દેખરેખ કે હસ્તક્ષેપ અથવા સમાંતર વાતચીત તરીકે ન ગણી શકાય.

rafale

સુપ્રીમ કોર્ટનો ફેસલો યોગ્ય

આ એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તાત્કાલીન રક્ષામંત્રીએ ફાઈલમાં લખ્યું છે કે એવું લાગે છે કે પીએમઓ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ઑફિસ તરફથી આના પર નજર રાખવામાં આવી રહી છે જે સંમેલનમાં થયેલ મુલાકાતનું પરિણામ છે. અગાઉ સુપ્રીમ કોર્ટની એક બેંચે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ વિરોધ ફગાવી દીધો હતો. કેન્દ્ર સરકારે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ફેસલા પર આવનાર પુનર્વિચાર અરજી માટે વાંધો ઉઠાવ્યો હતો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સુરક્ષા સંબંધી ગોપનીય દસ્તાવેજોના આવી રીતે સાર્વજનિક ખુલાસાથી દેશના અસ્તિત્વ પર ખતરો છે. સુપ્રીમ કોર્ટના રાફેલ ડીલના ગોપનીય દસ્તાવેજોના પરીક્ષણના ફેસલાથી રક્ષા, બળોની તહેનાતી, પરમાણુ પ્રતિષ્ઠાનો, આતંકવાદ નિરોધક ઉપાયો વગેરે સંબંધિત ગુપ્ત સૂચનાઓનો ખુલાસો થવાની આશંકા વધી ગઈ છે. સરકાર મુજબ રાફેલ ડીલ પુનર્વિચાર અરજી દ્વારા ડીલની ચાલતી-ફરતી તપાસની કોશિશ કરવામાં આવી છે.

આ પણ વાંચો- અડધી લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

English summary
Rafale Deal review case: Centre files a fresh affidavit in Supreme Court which says that 2018 judgment was correct.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X