For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના જેલની દિવાલોથી ડરીએ છીએ ના ફાંસીના ફંદાથી... હસીને કરીશ કુર્બાન જવાની - રાઘવ ચઢ્ઢા

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન આપ્યુ જે શાયરી દ્વારા આપ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં જ્યારથી દારૂનીતિ પર કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારથી આપ અને કેન્દ્રની ભાજપ સરકાર સામ-સામે આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા તેમજ ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ગુજરાત હવે પરિવર્તન માંગી રહ્યુ છે અને માટે આમ આદમી પાર્ટી અહીં આવી છે. જે રીતે રાજ્યમાં પાર્ટીને સમર્થન મળી રહ્યુ છે તેનાથી ભાજપ અકળાયુ છે.

Raghav Chadha

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પૂરુ જોર લગાવી રહી છે. પંજાબમાં વિજય મેળવ્યા બાદ આપની નજર ગુજરાત પર છે. લગભગ દર સપ્તાહે આપનો કોઈ મોટા નેતા ગુજરાત પ્રવાસે હોય છે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી તરફથી એક નિવેદન આપ્યુ જે શાયરી દ્વારા આપ્યુ. તેમણે કહ્યુ કે અમે માત્ર સત્તા બદલવાની વાત નથી કરી રહ્યા પરંતુ ભાજપ શાસન દરમિયાન જે ખામીઓ જડ જમાવી ચૂકી છે તેને બદલવા માટે આવ્યા છે.

ભાજપ પર સાધ્યુ નિશાન

રાઘવ ચઢ્ઢાએ શાયરી દ્વારા પોતાના અને પાર્ટીના ઈરાદાઓને કંઈક આ રીતે વ્યક્ત કર્યા. 'હમ અપને ખૂન સે લિખે કહાની એ વતન મેરે કરે કુર્બાન હંસ કર યે જવાની એ વતન મેરે' ગુજરાત પરિવર્તન માંગી રહ્યુ છે અને દરેક આમ આદમી પાર્ટીના વધતા પગલાંથી ભાજપની ઉંઘ ઉડી ગઈ છે. અમે ભગત સિંહના અનુયાયી છે - 'ના તમારી જેલની દિવાલોથી ડરીએ છીએ અને ના ફાંસીના ફંદાથી. ઈંકલાબ ઝીંદાબાદ.'

અરવિંદ કેજરીવાલે શું કહ્યુ

દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કર્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનુ ચાલુ કર્યુ છે, હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને શું આરોપ હશે, એ હજુ આ લોકો બનાવી રહ્યા છે. પરંતુ ભાજપની કોશિશ જનતા સમજી રહી છે અને સમય આવવા પર જવાબ જરુર આપશે. જે રીતે પંજાબની જનતાએ કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપને નકારી દીધી તે રીતે ગુજરાતની જનતા પણ ભાજપ અને કોંગ્રેસને નકારી દેશે.

English summary
Raghav Chadha hits on BJP says AAP will come for change in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X