• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સીડીના ટ્રેક પર સેક્સની ગેમ રમનારા મંત્રીઓ

|

નવી દિલ્હી, 10 જુલાઇઃ પોતાના નોકરનું યૌન શોષણ કરવાના આરોપમાં મધ્ય પ્રદેશના નાણામંત્રી અને 79 વર્ષિય ભાજપના નેતા રાઘવજી ભાઇની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મંત્રીજીના કાળા કામોની સીડી બનાવી લેવામાં આવી હતી. 'સીડી' ટ્રેકથી નીકળેલા 'સેક્સ'ના આ જિને મધ્ય પ્રદેશના રાજકારણમાં તોફાન લાવી દીધું છે. વિપક્ષી દળ કોંગ્રેસને તો જાણે કે સંજીવની મળી ગઇ છે અને બીજી તરફ ભાજપની બોલતી બંધ થઇ ગઇ છે. જો કે, આ પહેલો મામલો નથી કે, જ્યારે સત્તા, સેક્સ, સીડી, રાજકારણ અને ષડયંત્રના ચક્કરમાં કોઇ મંત્રીને જેલની હવા ખાવી પડી હોય અથવા તો ખુરશી ગુમાવી પડી હોય.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આજના રાજકારણમાં સેક્સ સીડી રાજકિય કારકિર્દી ખતમ કરવાનું સૌથી મજબૂર હથિયાર બની ગયું છે. આ વાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ સાત સમુંદર પારના દેશોમાં પણ સાબીત થઇ ચૂકી છે. તમને કદાચ યાદ હોય તો ઇટલીના રંગીન મિજાજી પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોની, કે જેઓ સેક્સ પાર્ટીમાં મોડલ્સ મંગાવતા હતા અને પોતે જ એક સાથે 8 સ્ત્રીઓ સાથે હમબિસ્તર થતા હતા. જો કે, તે આપણા દેશનો મામલો નથી એટલે વધારે વાત કરતા નથી, પરંતુ ચાલો આપણે આપણા દેશના કેટલાક મંત્રીઓ પર ચર્ચા કરી લઇએ, જે સેક્સ અને સીડીના ચક્કરમાં બર્બાદ થઇ ગયા છે. કેટલાક એવા મંત્રીઓની વાત પણ કરીએ, જે માત્ર સેક્સના ચક્કરમાં બરબાદ થઇ ગયા.

ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી રાઘવજી

ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી રાઘવજી

રાજકારણમાં સેક્સ અને સીડીના કોકટેઇલનું સૌથી તાજું ઉદાહરણ છે રાઘવજી. રાઘવજીને મંત્રીની ખુરશી પરથી દૂર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા સહયોગી રાજકુમાર દાંગીએ દાવો કર્યો છે કે રાઘવજીને તરુણો સાથે સંબંધો બાંધવાનો શોખ છે. એટલું જ નહીં, તેમના મહિલાઓ અને છોકરાઓ સાથે પણ સંબંધો છે. તેમણે રાજકુમાર સાથે અપ્રાકૃતિક યૌન સંબંધો બાંધ્યા. રાજકુમારે પોતાના મિત્ર સાથે મળીને રાઘવજીની સીડી બનાવી લીધી. પરિણામ તમારી સામે છે. ખુરશી તો ગઇ જ પોલીસે તેમની ધરપકડ પણ કરી લીધી છે.

નારાયણ દત્ત તિવારી

નારાયણ દત્ત તિવારી

કોંગ્રેસના વયોવૃદ્ધ નેતા એનડી તિવારીએ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તેમની સેક્સ સીડી બહાર આવી હતી. ત્રણ મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયેલા તિવારીજીની વીડિયો ક્લિપ તેલુગુ ચેનલમાં પ્રસારિત કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાજ્યપાલ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે તિવારી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં રહે છે અને મુલાયમ સિંહ યાદવ સાથે બ્રાહ્મણ રાજકારણમાં સક્રીય થવાની મથામણમાં છે.

અભિષેક મનુ સિંઘવી

અભિષેક મનુ સિંઘવી

રાજ્યસભાના સાંસદ અને વકીલ અભિષેક મનુ સિંઘવીની કથિત સીડી પણ ઇન્ટરનેટ પર લીક થઇ ગઇ હતી. સીડીમાં સિંઘવી એક મહિલા સાથે આપત્તિજનક અવસ્થામાં જોવા મળ્યા હતા. દિલ્હી હાઇ કોર્ટ દ્વારા પ્રસારણ પર રોક લગાવવામાં આવ્યા બાદ પણ આ સીડી ઇન્ટરનેટ પર આવી ગઇ હતી, ત્યારબાદ સિંઘવીને પાર્ટીના પ્રવક્તા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, બાદમાં કોંગ્રેસના પ્રવક્તા બની ગયા હતા.

મહિપાલ મદેરણા અને ભંવરી દેવી

મહિપાલ મદેરણા અને ભંવરી દેવી

આ બે નામ એવા છે કે જેને કદાચ જ કોઇ જાણતું નહીં હોય. સત્તામાં સેક્સ અને પછી સેક્સની સીડી બનાવવાનો રાજકારણનો આ સૌથી મોટો મામલો હતો. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં મંત્રી રહેલા મહિપાલ મદેરણાએ પણ કથિત સેક્સ સીડીના કારણે રાજીનામું આપવું પડ્યું. મદેરણા અને નર્સ ભંવરી દેવીના અવેધ સંબંધો પણ સેક્સ સીડીના રૂપમાં બહાર આવ્યા. બ્લેકમેઇલિંગના ચક્કરમાં ભંવરી દેવીએ પોતાની જિંદગી પણ ગુમાવી પડી અને મહિપાલ મદેરણા હજુ પણ જેલમાં બંધ છે.

ગોપાલ કાંડા

ગોપાલ કાંડા

જુતાની દૂકાનથી લઇને જહાજની કંપનીના માલિક બનેલા અને હરિયાણા સરકારના મંત્રી ગોપાલ કાંડા ઉર્ફે કાંડાનો કાંડ કોઇનાથી છૂપો રહી શક્યો નહોતો. કાંડાએ તેનાથી ઓછી ઉમરની એરહોસ્ટેસ ગીતિકા શર્માને પહેલા પોતાની હવસનો શિકાર બનાવ્યો અને પછી તેને બ્લેકમેઇલ કરીને તને સેક્સ માટે મજબૂર કરવા લાગ્યો. આ બધાથી તંગ આવીને ગીતિકાએ આત્મહત્યા કરી લીધી અને સુસાઇડ નોટમાં ગોપાલ કાંડાને જવાબદાર ઠેરવ્યા. કાંડા હાલ જેલમાં છે અને તેમનો અરબોનો વ્યવસાય બરબાદીની કગાર પર આવી ગયો છે.

અમરમણી ત્રિપાઠી

અમરમણી ત્રિપાઠી

કવિયત્રી મધુમિતા શુક્લાની 9 મે 2003ના રોજ લખનઉની પેપર મીલમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે ગર્ભવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેના અને તત્કાલિન સરકારમાં મંત્રી અમરમણી ત્રિપાઠીના ઘનિષ્ઠ સંબંધો હતો. જણાવવામાં આવે છે કે, મધુમિતા માતા બનવાના હતા અને આ વાત જ્યારે અમરમણીને માલુમ પડી તો તેમણે પોતાની પત્ની સાથે મળીને તેની હત્યા કરાવી દીધી. કારણ કે, મધુમિતાને અમરમણીના કાળા કામોની ખબર હતી, તેણે ધમકી આપી હતી કે જો તે તેમની સાથે લગ્ન નહીં કરે તો તે આ બધુ જાહેર કરી દેશે. ત્યારબાદ મધુમિતાને ખૌફનાક મોત મળી. જો કે, મોડેકથી પણ અમરમણી અને તેમના પત્નીને સજા મળી હતી અને દોષી ઠેરવીને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આનંદ સેન

આનંદ સેન

મંત્રી આનંદ સેન પણ ફૈઝાબાદની લો સ્ટૂડન્ટ શશિના ઘનિષ્ઠ સંબંધોને લઇને રાજકીય કારકિર્દી ગુમાવી બેઠાં. જો કે, આ સંબંધોના કારણે શશિએ પોતાનું જીવન ગુમાવવું પડ્યું હતું. 22 ઓક્ટોબર 2007એ ફૈઝાબાદથી પોતાના ઘરથી ગાયબ થયેલી શશિ અંગે લાંબી શોધખોળ બાદ જાણવા મળ્યું હતું કે તેની હત્યા કરી દેવામાં આવી છે. શશિના પિતા એક રાજકીય કાર્યકર્તા હતા. રાજકીય પૃષ્ઠભૂમિ પર પરિવારના તેજ તર્રાર શશિની આંખોમાં વિધાનસભાની ચૂંટણી લડાવીને ધારાસભ્ય બનાવવાના સ્વપ્ન હતા અને સ્વપ્નને સાકાર કરવાના સ્વપ્ન શશિને દેખાડ્યા હતા આનંદ સેને. આ સ્વપ્ન થકી શશિ, આનંદ સેનની નજીક જતી રહી. જેના ભોગે શશિને દર્દનાક મોત મળ્યું. આનંદ સેનને સજા ફટકારવામા આવી અને તે જમાનત પર બહાર પણ આવી ગયા, જો કે રાજકારણની તેમની ઇનિંગનો અંત આવી ગયો.

ચંદ્ર મોહન ઉર્ફે ચાંદ મહોમ્મદ

ચંદ્ર મોહન ઉર્ફે ચાંદ મહોમ્મદ

હરિયાણાના પૂર્વ ઉપ મુખ્યમંત્રી ચંદ્ર મોહન ઉર્ફે ચાંદ મોહમ્મદની પૂર્વ પત્ની અનુરાધા બાલી ઉર્ફે ફિઝાનો મૃતદેહ તેમના મોહલી સ્થિત ઘરમા પંખેથી લટકતી અવસ્થામાં મળી આવ્યો. ફિઝા અને ચાંદ, બન્ને ઇશ્કના સમુંદરમાં એ રીતે ડુબી ગયા કે બન્નેએ એક થવા માટે પોતાનો ધર્મ પણ બદલી નાંખ્યો અને આખા વિશ્વને જણાવી દીધું કે તેમને પ્રેમ છે. જો કે તેનો અંજામ ખતરનાક આવે છે, ફિઝાના પ્રેમે ચાંદના રાજકારણના દરવાજા બંધ કરી દીધા હતા.

English summary
Politics and sex has been a heady mix and there have been umpteen number of cases of politicians being involved in sex scandals in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more