સૂટ મેલો થઇ જાય એટલા માટે ખેડૂતના ઘરે નથી જતા પીએમ મોદી
યુપી ઈલેક્શનને લઈને રાહુલ ગાંધીની કિસાન યાત્રા ચાલુ જ છે. આ યાત્રાને ચાલતા રાહુલ ગાંધી આજે આઝમગઢ આવ્યા. અહીં રાહુલ ગાંધીએ રોડ શૉ કર્યો અને તે રોડ શૉ દરમિયાન તેમને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર પણ કર્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે શુ તમે ક્યારેય પણ નરેન્દ્ર મોદીની ખેડૂતો સાથે ફોટો જોઈ છે? તમને ફોટો મળે પણ નહીં. કારણકે આવું કરવાથી તેમના કપડાં ગંદા થઇ જાય. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો 15 લાખનો સૂટ મેલો થઇ જાય. આજ કારણ છે કે તેઓ ખેડૂતોની વચ્ચે નથી આવતા પરંતુ અમેરિકા જાય છે બરાક ઓબામાને મળવા માટે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને સાથે સાથે સમાજવાદી પાર્ટી અને માયાવતીની પાર્ટી બસપા પર પણ પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે હાથીને તમે ભગાડી દીધો, સાયકલ ફસાઈ ગયી છે. હવે તમે લોકો પંજાનો સાથ આપો. અમારી સરકાર આવશે તો તમને દેવામાંથી મુક્તિ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
