ઉત્તર પ્રદેશમાં 30 ઓક્ટોબરથી શંખનાદ કરશે કોંગ્રેસ
લખનઉ, 21 ઓક્ટોબર: ભાજપાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ઓક્ટોબરના રોજ વિશાળ રેલી કરીને લોકસભાની સૌથી વધારે બેઠક ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં રેલી કરીને પોતાના અભિયાનની શરૂઆત કરી દીધું છે. હવે કોંગ્રેસ પણ ઉત્તર પ્રદેશમાંથી પોતાનો ચૂંટણી શંખનાદ કરવા જઇ રહી છે.
મોદીના નિશાના પર રાહુલ અને કોંગ્રેસ રહ્યા તો હવે ભાજપાને જવાબ આપવા માટે રાહુલે પણ કમર કસી લીધી છે. રાહુલ પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરવાના છે, પરંતુ કોંગ્રેસનો આ ચાંદ ઉત્તર પ્રદેશમાં કરવા ચોથ બાદ જ દેખાશે.

પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ડો. નિર્મલ ખત્રીએ જણાવ્યું કે સંગઠન રાહુલની જનસભાઓને સફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે લાગી ગયું છે. મોદીની રેલીમાં ભારે જનમેદનીના જોતા કોંગ્રેસ પણ રાહુલની આ જનસભાઓને લઇને ખાસી ઉત્સાહીત છે.












Click it and Unblock the Notifications
