For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWC Live: રાતે 8:30 વાગે ફરીથી થશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક

CWC Live: રાતે 8:30 વાગે ફરીથી થશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી આગામી અધ્યક્ષની તલાશ નથી કરી શકી. જ્યારે અહેવાલ મળી રહ્યા છે કે પાર્ટીના નવા અધ્યક્ષના નામનું આજે એલાન થઈ શકે છે. એવી ચર્ચા છે કે મુકુલ વાસનિકને કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જાણકારી મુજબ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા અધ્યક્ષના નામ પર સહમતિ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, એકે એન્ટની અને કેસી વેણુગોપાલે સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ અધ્યક્ષની પસંદગીના ફેસલાને લઈ સીડબલ્યૂસીની બેઠકમાં અંતિમ ફેસલો લેવામાં આવી શકે છે.

sonia gandhi

આ પણ વાંચો- આર્ટિકલ 370 હટવા પર હરિયાણાના CM ખટ્ટર બોલ્યા, રસ્તો સાફ, હવે કાશ્મીરથી છોકરીઓ લાવીશુ

Newest First Oldest First
3:31 PM, 10 Aug

રાતે 8.30 વાગે ફરીથી થશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક. નક્કી થઈ શકે છે નવા અધ્યક્ષનું નામ.
3:30 PM, 10 Aug

રાતે 8.30 વાગે ફરીથી થશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક. નક્કી થઈ શકે છે નવા અધ્યક્ષનું નામ.
2:53 PM, 10 Aug

આનંદ શર્મા - CWCની એ જ ઈચ્છા હતી કે રાહુલ ગાંધી પોતાના પદ પર જળવાઈ રહે કારણકે ચૂંટણીમા હાર-જીત તો થતી રહે છે.
2:37 PM, 10 Aug

અધીર રંજન ચૌધરીએ કહ્યુ - રાતે 9 વાગ્યા સુધી નક્કી થઈ જશે નવા અધ્યક્ષનું નામ.
2:36 PM, 10 Aug

કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી માટે CWCની બેઠકમાં નેતાઓને ક્ષેત્રના આધારે વહેંચવામાં આવ્યા.
2:34 PM, 10 Aug

સૂત્રો મુજબ સીડબ્લ્યુસીની બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાનો પ્રસ્તાવ પાસ થયો.
2:33 PM, 10 Aug

બેઠક માટે બનાવવામાં આવેલી બધી ઉપ સમિતિઓ સાંજે 8 વાગ્યા સુધી પોતાનો રિપોર્ટ આપશે. તેના આધારે નક્કી થશે નવા અધ્યક્ષ કોણ હશે.
12:57 PM, 10 Aug

પાર્ટીના આગામી અધ્યક્ષ નક્કી કરવા માટે બેઠક ચાલી રહી છે અને સ્વાભાવિક રૂપે હું અને રાહુલ આ પ્રક્રિયાનો ભાગ ન બની શકીએઃ સોનિયા ગાંધી
12:55 PM, 10 Aug

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી CWCની બેઠકથી બહાર નિકળ્યા, સોનિયા ગાંધી બોલ્યાં- અમે લોકો આ પ્રક્રિયાનો ભાગ નહિ રહીએ માટે અમે લોકો જઈ રહ્યા છીએ.
12:45 PM, 10 Aug

અધ્યક્ષની પસંદગી માટે 5 ગ્રુપ બનાવવામાં આવ્યાં, રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીને નવા ચહેરાની તલાશ
12:44 PM, 10 Aug

નવા અધ્યક્ષની પસંદગી પર બોલ્યાં સોનિયા ગાંધી- હું અને રાહુલ આ પ્રક્રિયાનો ભાગ નહિ
11:36 AM, 10 Aug

કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠક શરૂ, પાર્ટીના દિગ્ગજ નેતા હાજર, સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા પણ હાજર
11:35 AM, 10 Aug

રાહુલ ગાંધી, રણદીપ સિંહ સુરજેવાલા, કેસી વેણુગોપાલ બેઠક માટે પહોંચ્યા.
11:34 AM, 10 Aug

કોંગ્રેસ નેતા હરીશ રાવત, મીરા કુમાર અને અહેમદ પટેલ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થવા પહોંચ્યા.
11:34 AM, 10 Aug

cwcની બેઠક માટે સોનિયા ગાંધી પહોંચ્યાં, આજે અધ્યક્ષના નામનું એલાન થઈ શકે છે.
11:33 AM, 10 Aug

હવેથી થોડા સમયમાં જ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થવા જઈ રહી છે.
11:33 AM, 10 Aug

શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે, મુકુલ વાસનિકનું નામ આગળ માનવામાં આવી રહ્યું છે.
11:33 AM, 10 Aug

થોડા દિવસોમાં સતત અલગ-અલગ નામ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સામે આવતા રહ્યાં. માનવામાં આવી રહ્યું છે કે શનિવારે બેઠક બાદ આના પરથી પડદો હટી જશે.
11:33 AM, 10 Aug

રાહુલ ગાંધીએ પદ પર રહેવાનો ઈનકાર કરી દીધા બાદ પાર્ટીને નવા અધ્યક્ષની તલાશ છે.
11:33 AM, 10 Aug

લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. થોડા સમય સુધી પાર્ટી નેતા રાહુલને મનાવવાની કોશિશ કરતા રહ્યા.

English summary
rahul gandhi and sonia gandhi arrived for cwc meet, get live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X