‘ચોકીદાર ચોર છે' પર રાહુલ ગાંધીએ માની સોગંદનામામાં ત્રણ ભૂલો, માંગી માફી

ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચોકીદાર ચોર છે મામલે માનહાનિનો કેસ કરાવ્યો છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચોકીદાર ચોર છે મામલે માનહાનિનો કેસ કરાવ્યો છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અવગણના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલ સોગંદનામાની ભાષા પર નારાજગી વ્યક્ત કરી. સીજેઆઈએ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યુ કે બ્રેકેટમાં અફસોસ વ્યક્ત કરવાનો શું અર્થ હોય છે. સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ આ કેસમાં રાહુલ ગાંધીએ માફી માંગી છે.

Rahul Gandhi

સોગંદનામા પર કોર્ટે રાહુલ ગાંધીની કરી ઝાટકણી

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભાજપના સાંસદ મીનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ કે તે જાણી જોઈને અદાલતના મોઢામાં પોતાના શબ્દો નાખવા માંગે છે. તેમણે માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે જ્યારે અવગણના કેસમાં કાયદો સ્પષ્ટ છે જે કોઈ શરત વિના માફી સાથે શરૂ થાય છે. અદાલતે રાહુલ ગાંધીના વકીલને પૂછ્યુ કે જ્યારે કોર્ટે આ વાત (ચોકીદાર ચોર છે) કહી જ નથી તો આવુ કેમ બોલવામાં આવી રહ્યુ છે.

6 મેના રોજ આગામી સુનાવણી

ભાજપ સાંસદના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ કે તે સતત આને પોતાની જીત ગણાવી રહ્યા છે. કોર્ટે જ્યારે કોઈ રાજકીય નારાને મહત્વ નથી આપ્યુ તો તે આનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીએ સોગંદનામુ દાખલ કરીને સમગ્ર મામલે અફસોસ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષને નવુ સોગંદનામુ દાખલ કરવાની અદાલતે મંજૂરી આપી છે. રાહુલ ગાંધીના વકીલે કહ્યુ કે 6 મેના રોજ બીજુ સોગંદનામુ દાખલ કરશે. આ કેસમાં આગામી સુનાવણી પણ આ દિવસે થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X