રાહુલ ગાંધીનો ઈલેક્શન કમિશનને સણસણતો જવાબ, ડેટા તમારો તો હું સાઈન કેમ કરૂ?
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ (Election Commission) તરફથી મળેલી નોટિસ અંગે સખત પ્રતિક્રિયા આપી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે ડેટા વિશે વાત કરવામાં આવી રહી છે તે ચૂંટણી પંચનો પોતાનો છે, તેમનો નહીં. તેથી તે આ ડેટા પર સહી કરીને શપથપત્ર (affidavit) નહીં આપે.

રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો ચૂંટણી પંચ આ ડેટાને પોતાની વેબસાઇટ પર મૂકી દે તો સત્ય તરત જ સામે આવી જશે.
તેમણે કહ્યું કે આ બધું માત્ર મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ માત્ર બેંગલુરુમાં જ નહીં, પરંતુ અન્ય અનેક મતવિસ્તારોમાં પણ બની છે.
ચૂંટણી પંચ (Election Commission) અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ભારતની લોકશાહીની હાલત જુઓ. 300 સાંસદો માત્ર એક દસ્તાવેજ રજૂ કરવા માટે ચૂંટણી પંચને મળવા માંગતા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા. કારણ કે તેમને ડર છે કે જો 300 સાંસદો પહોંચી જશે, તો તેમની સચ્ચાઈ ખુલ્લી પડી જશે.
રાહુલ ગાંધીએ આ લડાઈને હવે માત્ર રાજકીય નહીં, પરંતુ બંધારણ (Constitution) અને એક વ્યક્તિ, એક મત (One Man, One Vote) ના સિદ્ધાંત માટેની લડાઈ ગણાવી.
તેમણે કર્ણાટકનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં મલ્ટિપલ મેન, મલ્ટિપલ વોટ (Multiple Man, Multiple Vote) જેવી સ્થિતિ હતી. તેમણે કહ્યું કે સમગ્ર વિપક્ષ આ મુદ્દે એકજૂટ થઈને લડી રહ્યો છે અને હવે ચૂંટણી પંચ માટે આ સત્યને છુપાવવું ખૂબ મુશ્કેલ બનશે.
રાહુલ ગાંધીએ આ લડાઈમાં ખભેથી ખભા મિલાવીને સાથે ઊભેલા INDIA ગઠબંધન (INDIA Alliance) ના તમામ સાથી સાંસદોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પણ લખ્યું કે આ લડાઈ હવે માત્ર રાજકીય નથી, પરંતુ લોકશાહી અને મતદાનના અધિકારની રક્ષા માટે છે, અને આપણે સૌ સાથે મળીને તેને જીતીશું.












Click it and Unblock the Notifications
