મારું નિદેવન આચારસંહિતાનું ઉલ્લંઘન કરતું નથી : રાહુલ ગાંધી
નવી દિલ્હી, 8 નવેમ્બર : કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને અવારનવાર વિવાદો ઉભા કરતા રાહુલ ગાંધીએ મુઝફ્ફરનગર રમખાણ અને આઈએસઆઈ વાળા નિવેદન અંગે ચૂંટણી પંચની નોટિસનો લેખિતમાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ ઈ-મેલ પર જવાબ આપતા કહ્યું કે તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું. તેમના ભાષણોમાં સાંપ્રદાયિકતા ભડકાવવાનો કોઇ પ્રયત્ન કરવામાં આવ્યો નથી.
આ સમગ્ર બાબત રાહુલની ગયા મહિને ઈન્દોરમાંની ચૂંટણી સભાને સંબંધિત છે. આ સભામાં રાહુલે નિવેદન કર્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારીઓ મુઝફ્ફરનગરના રમખાણપીડિત યુવકોના સંપર્કમાં છે અને તેમને ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા લલચાવે છે.

રાહુલને આ નોટિસ તેમના આઈએસઆઈ વાળા નિવેદન પર ભાજપની ફરિયાદ પછીથી મોકલવામા આવી હતી. આ નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ 4 નવેમ્બર જ આપવાનો હતો, પરંતુ તેમણે ચૂંટણી પંચ પાસે 7 દિવસનો સમય માગ્યો હતો. ત્યારબાદ તેમણે ખાલી 4 દિવસનો જ સમય આપવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી દરમ્યાન એક પોલિસ અધિકારી દ્વારા એવું કહ્યું હતું કે મુઝફ્ફરનગરમાં પીડિત મુસલમાન પરિવારના યુવકોનો પાકિસ્તાનની ખાનગી એજન્સી સંપર્ક કરી રહી છે. રાહુલના આ નિવેદનની રાજકીય વર્તુળમાં ઘણી ટીકા થઈ હતી.












Click it and Unblock the Notifications
