For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવની હાલત પણ આસારામ જેવી જ થશે: લાલૂ પ્રસાદ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 16 જાન્યુઆરી: કોંગ્રેસે પોતાના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નામની વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં જાહેરાત કરેશે કે નહી, તેના વિશે 17 જાન્યુઆરીએ ખબર પડી જશે પરંતુ આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના જણાવ્યા અનુસાર યુવા નેતા રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની બધી ખૂબીઓ છે અને તે સાંપ્રદાયિક નરેન્દ્ર મોદીથી કરતાં સારા સાબિત થશે.

પત્રકારો સાથે વાતચીત કરતાં લાલૂ પ્રસાદ યાદવે રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે શું ખોટ છે તેમના વડાપ્રધાન બનવામાં, તે વડાપ્રધાન બનવા માટેના તમામ ગુણ ધરાવે છે. રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી કરતાં વડાપ્રધાન પદ માટે સારા ઉમેદવાર ગણાવતાં પૂછ્યું કે તેમને કોઇ સાંપ્રદાયિક રમખાણોને હવા આપવા અથવા કોઇ સમુદાય વિશે કોઇ ગુનામાં તેમની સંલિપ્તતા રહી છે.

આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધનની આકાંક્ષા ધરાવનાર આરજેડી સુપ્રીમોએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની જેમ પ્રશંસા કરતાં તેમના વિરોધી તેમને ચાપલૂસ હોવાનો આરોપ લગાવી શકે છે પરંતુ ખરેખર તે પીએમ મટેરિયલ છે. પટનાના દસ સકરૂલર રોડ સ્થિત પોતાની પત્ની રાબડી દેવીના આવાસ પર મકર સંક્રાંતિના અવસર પર અલ્પસંખ્યક સમુદાય માટે આજે વિશેષ રીતે આયોજિત ચૂડા-દહી ભોજના સમયે પત્રકારો સાથે વાતચીત કરતાં યોગગુરૂ રામદેવ પર વરસતાં તેમના વિશે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ તેમની સ્થિતી આસારામ બાપુ જેવી થવાની છે.

નરેન્દ્ર મોદીનું સમર્થન ન કરી રહેલાં આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે ભગવાન કૃષ્ણના બદલે કંસ ગણાવતાં રામદેવ વિશે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તે એ જ માર્ગે ચાલી રહ્યાં છે જેના પર આસારામ ચાલી રહ્યાં હતા અને રામદેવની પણ હાલત આસારામ જેવી થશે. લાલૂ પ્રસાદ યાદવે રામદેવ પર સંતના વેશમાં રાજકારણમાં રસ ધરાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તે જનતાને કહે કે પતંજલિ યોગપીઠ દ્વારા વેચવામાં આવતાં લોટમાં કેટલીક વિષાક્ત વસ્તુ ભેળવી હશે એટલા માટે તે ન ખરીદે.

lalu-ramdev

રામદેવ વિશે લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 'સાધુના વસ્ત્રો પહેરીને રોજ બકબક કરે છે અને આજકાલ નરેન્દ્ર મોદીને ગુરૂ બનાવી દિધા છે.' તેમને કહ્યું હતું કે એ જરૂરી છે કે સાચો સાધુ અને રામદેવી જેવા નકલી સાધુ વચ્ચે ફરક સ્થાપિત કરવો જરૂરી છે.

લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે એક નવી પદ્ધતિથી જનસભા અને લાઉડસ્પીકરના બદલે 'કાનોકાન' પ્રચાર અભિયાનની શરૂઆત કરવાની ચર્ચા કરતાં તેને ધ્યાનમાં રાખતાં તેમને આગામી 23 ફેબ્રુઆરીના રોજ પટણામાં આયોજીત આરજેડીની રેલીને રદ કરી દિધી છે. તેમને કહ્યું હતું કે લોકોને જનસભામાં બોલાવવાના બદલે તેમના ઘરે ઘરે જશે.

પોતાના ઘોર વિરોધી બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારને આગામી લોકસભા ચૂંટણીમાં કોઇ મુદ્દો નહી ગણાવતાં લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે આ પ્રદેશની કુલ 40 લોકસભા સીટો પર સીધો મુકાબલો આરજેડી-કોંગ્રેસ-લોજપા ગઠબંધન તથા ભાજપની વચ્ચે થશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના છપરા સંસદીય સીટ પરથી ગત લોકસભા ચૂંટણીમાં વિજયી રહેલા લાલૂ પ્રસાદ યાદવ ચારા ગોટાળાના એક કેસમાં રાંચીની સીબીઆઇ કોર્ટ દ્વારા પાંચ વર્ષની સજા સંભળાવી હોવાથી તે હવે ચૂંટણી લડી શકશે નહી.

English summary
Rashtriya Janata Dal chief Lalu Prasad today said Congress vice president Rahul Gandhi has all the credentials for becoming the country's prime minister and would prove much better than 'communal' Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X