રાહુલ ગાંધીએ સાધ્યુ મોદી સરકાર પર નિશાનઃ કોરોના મૃત્યુ દરે ખોલી ગુજરાત મૉડલની પોલ

દેશમાં ઝડપથી વધી રહેલ કોરોના સંક્રમણ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

દેશમાં ઝડપથી વધી રહેલ કોરોના સંક્રમણ માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. એક રિપોર્ટના હવાલાથી રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક રિપોર્ટનો હવાલો આપીને કોવિડ-19 મૃત્યુદર મામલે ભાજપ શાસિત ગુજરતા અને કોંગ્રેસ તેમજ સહયોગી દળો દ્વારા શાસિત રાજ્યો - મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, પુડુચેરી, ઝારખંડ અને છત્તીસગઢની તુલના કરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોરોનાથી ગુજરાતમાં થઈ રહેલ મૃત્યુદર 6.25 છે જે ગુજરાત મૉડલ છતુ કરે છે.

Rahul Gandhi

તમને જણાવી દઈએ કે રાહલુ ગાંધીએ જે આંકડા રજૂ કર્યા છે તે મુજબ ગુજરાતમાં કોરોના વાયરસનો મૃત્યુદર 6.25 ટકા છે જે સૌથી વધુ છે. અહીં સુધી કે રાષ્ટ્રીય મૃત્યુ દરથી લગભગ બમણુ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાના 24,104 કેસ છે જ્યારે મૃતકોની સંખ્યા 1500ને પાર જતી રહી છે. છેલ્લા અમુક મહિનાઓથી ગુજરાતમાં સરેરાશ 400 નવા કેસ આવી રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા જારી કરાયેલ આંકડાઓ અનુસાર કોવિડ-19 મૃત્યુદરઃ

ગુજરાતઃ 6.25 ટકા

મહારાષ્ટ્રઃ 3.73 ટકા

રાજસ્થાનઃ 2.32 ટકા

પંજાબઃ 2.17 ટકા

પુડુચેરીઃ 1.98 ટકા

ઝારખંડઃ 0.5 ટકા

છત્તીસગઢઃ 0.35 ટકા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 10667 નવા કેસ દેશમાં જાનલેા કોરોના વાયરસના દિવસેને દિવસે રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 10 હજાર 667 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા એક દિવસમાં 380 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં મરનારનો આંકડો 9 હજાર 900 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ અત્યાર સુધી 3 લાખ 43 હજાર 91 કેસ સામે આવી ચૂક્યા છે. વળી, એક લાખ 80 હજાર 13 લોકો રિકવર પણ થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X