'મોંઘવારીનો વિકાસ ચાલુ, સારા દિવસ દેશ પર ભારે', રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો કટાક્ષ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારના 'અચ્છે દિન'વાળા નારા પર કટાક્ષ કર્યો છે.

નવી દિલ્લીઃ છેલ્લા દોઢ વર્ષમાં દેશના મોટાભાગના રાજ્યોને બે વાર લૉકડાઉનનો સામનો કરવો પડ્યો. જેનાથી સામાન્ય જનતાની કમર તૂટી ગઈ. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્ર સરકાર લોકોને રાહત આપવા માટે મોંઘવારી ઘટાડશે પરંતુ સ્થિતિ વધુ બગડી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ તેમજ રસોઈ ગેસ ઉપરાંત પીએનજી અને સીએનજીના ભાવમાં પણ વધારો થયો. જેના માટે વિપક્ષ પણ સરકારને ઘેરવામાં લાગેલી છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકારના 'અચ્છે દિન'વાળા નારા પર કટાક્ષ કર્યો છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે, 'મોંઘવારીનો વિકાસ યથાવત, સારા દિવસ દેશ પર ભારે, પીએમને બસ મિત્રોની જવાબદારી.' આ પહેલા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલ વધારા અંગે નિશાન સાધ્યુ હતુ. રાહુલ ગાંધીએ એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો હતો જેમાં દિલ્લીમાં પેટ્રોલના 100 રૂપિયાને પાર જવાના સમાચાર હતા. આ સાથે રાહુલ ગાંધીએ લખ્યુ કે તમારી ગાડી ભલે પેટ્રોલ પર ચાલતી હોય કે ડીઝલ પર, મોદી સરકાર ટેક્સ વસૂલી પર ચાલે છે.

કેટલા વધ્યા સીએનજીના ભાવ?

દિલ્લીમાં સીએનજીના ભાવમાં ગુરુવારે વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલી દિલ્લીમાં સીએનજી 43.40 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યુ હતુ જે હવે વધીને 44.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયુ છે. વળી, પીએનજીની વાત કરીએ તો તે 29.66 પ્રતિ એસસીએમ પહોંચી ગયુ છે. દિલ્લીના પડોશી શહેર નોઈડામાં હાલત તેનાથી પણ ખરાબ છે. ત્યાં સીએનજી 49.09 રૂપિયે કિલો વેચાઈ રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X