રાહુલ ગાંધીનુ CM યોગી પર નિશાન - દલિતોને દબાવવાની યોગી સરકારની શર્મનાક ચાલ
યુપીના હાથરસમાં દલિત યુવતી સાLs ગેંગરેપની દર્દનાક ઘટના અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો છે.
નવી દિલ્લીઃ યુપીના હાથરસમાં દલિત યુવતી સાથે ગેંગરેપની દર્દનાક ઘટના અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો કે યુપીના 'વર્ગ વિશેષ'ને દબાવીને તેને સ્થાન દેખાડવાની યુપી સરકારની શર્મનાક ચાલ છે. આ પહેલા રાહુલે યોગી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે વર્ગ વિશેષ જંગલરાજે વધુ એક યુવતીને મારી નાખી.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ ઘટના પર સવાલ ઉઠાવીને યુપી સરકાર પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ ટ્વટિ કર્યુ કે આ બધુ માત્ર દલિતોને દબાવીને તેમને સમાજમાં તેમનુ 'સ્થાન' બતાડવા માટે યુપી સરકારની શર્મનાક ચાલ છે. અમારી લડાઈ આ ઘૃણિત વિચાર સામે છે. વળી, દલિત યુવતીના શબને બાળતો વીડિયો શેર કરીને રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતની એક દીકરીનુ રેપ-ખૂન કરવામાં આવે છે, તથ્ય દબાવવામાં આવે છે અને અંતમાં તેના પરિવાર પાસેથી અંતિમ સંસ્કારનો હક પણ છીનવી લેવામાં આવે છે. આ અપમાનજનક અને અન્યાયપૂર્ણ છે.
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે યુપીના વર્ગ વિશેષ જંગલરાજે વધુ એક યુવતીને મારી નાખી. સરકારે કહ્યુ કે આ ફેક ન્યૂઝ છે અને પીડિતાના મરવા માટે છોડી દીધી. ના તો આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટના ફેક હતી અને ના પીડિતાનુ મોત અને ના સરકારની બેહરેમી.












Click it and Unblock the Notifications
