Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલે કર્યો કટાક્ષઃ મીડિયાએ જો મનની વાત લખી દીધી તો મોદીજી દંડા મારશે

પીએમ મોદીના બહાને પ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે જો તેમણે પોતાના ‘મનની વાત' કહી તો તેમને દંડા પડશે. નરેન્દ્ર મોદીજી મારશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી નામાંકર કર્યા બાદ સોમવારે પોતાની લોકસભા વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. તિલોઈમાં આયોજિત જનસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. પીએમ મોદીના બહાને પ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે જો તેમણે પોતાના 'મનની વાત' કહી તો તેમને દંડા પડશે. નરેન્દ્ર મોદીજી મારશે. રાહુલ ગાંધીએ આ રેલીમાં પીએમ મોદીને જીએસટી, નોટબંધી, દેવામાફી જેવા ઘણા મુદ્દે જોરદાર ઘેર્યા.

Rahul Gandhi

સોમવારે અમેઠીમાં પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલા નારા હતા કે અચ્છે દિન આએંગે. જુઓ હવે નવો નારો આવી ગયો છે, ચોકીદાર ચોર છે. આ નારા પર પ્રેસવાળા પણ હસી રહ્યા છે, તેમને પણ હસવુ આવી રહ્યુ છે. રાહુલ બોલ્યા કે હું તમને જણાવી દઉ કે આમને હસવુ કેમ આવી રહ્યુ છે. જો તેમણે પોતાના મનની વાત કરી દીધી તો દંડા પડશે, મોદીજી મારશે કારણકે તેમને આખો દિવસ નરેન્દ્ર મોદીની વાત કેમેરાથી લેવી પડે છે એટલે હસવુ આવી રહ્યુ છે.

રાહુલે આગળ કહ્યુ કે ગભરાવો નહિ, 2019ની ચૂંટણી પછી તમારે જે લખવુ હોય તે લખજો. અમારા વિરોધમાં પણ લખવુ હોય તો લખી લેજો. રાહુલ ગાંધીએ એલાન કર્યુ કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ દેવુ ન ચૂકવવા પર ખેડૂતોને જેલ નહિ મોકલવામાં આવે. અમેઠીની જનતાને વચન આપ્યુ કે મોદી સરકારે તમારી પાસેથી જેટલુ છીનવ્યુ છે તેનાથી બમણુ પાછુ આપવામાં આવશે. ફૂડ પાર્કમાં 100 ઉદ્યોગ લગાવવાનું વચન. પાંચ કરોડ પરિવારને દર વર્ષે 72 હજાર રૂપિયા આપીશુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીએ દેશના 15 લોકોને કરોડો રૂપિયા આપ્યા. અમે ગરીબોને ન્યાય આપીશુ. નરેન્દ્ર મોદીએ ગબ્બર ટેક્સ લગાવ્યો. તમારા ખિસ્સામાંથી પૈસા નીકળ્યા અને પેલા ચોરોના હાથમાં ગયા. જેવો તમે માલ ખરીદવાનો બંધ કર્યો. હિંદુસ્તાનની ફેક્ટરીએ માલ બનાવવાનો બંધ કરી દીધો. આનાથી બેરોજગારી વધી ગઈ. તમે મને જાણો છો કે હું ખોટુ નથી બોલતો. હું અમેઠી, રાયબરેલી તેમજ હિંદુસ્તાનની જનતાને કહેવા ઈચ્છુ છુ કે 22 લાખ નોકરીઓ ખાલી પડી છે. એક વર્ષમાં આ નોકરીઓ ભરી દઈશ. 10 લાખ યુવાનોને પંચાયતોમાં નોકરીઓ આપી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X