કોંગ્રેસ નેતાઓ કરશે રાહુલ સાથે ડિનર, થશે ‘ટીમ RG’નું ગઠન

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ પાર્ટીની કમાન સંભાળતા રાહુલ ગાંધી પોતાની નવી યોજનામાં પરોવાઇ ગયા છે. તેમણે રવિવારે સાંજે તમામ કોંગ્રેસ સાંસદો, પાર્ટી પદાધિકારીઓ, પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓ અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓને ડિનર માટે બોલાવ્યા છે. સ્વાભાવિક છે કે, હવે કોંગ્રેસના કપ્તાન નવા છે, તો એમની ટીમ પણ નવી હોવી જોઇએ. આ કારણે જ આ ડિનર પાર્ટી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અધિકૃત રીતે કોંગ્રેસ અધ્યક્ષની કમાન સંભાળ્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધી નેતાઓને મળશે, દિલ્હીની લોકપ્રિય હોટલ અશોકામાં આ પાર્ટી રાખવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, આ પાર્ટીમાં વર્ષ 2019ની રણનીતિની તૈયારીઓ કરવામાં આવશે અને ટીમ આરજીમાં કોણ-કોણ હશે એ નિર્ણય કરવામાં આવશે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની કમાન સંભાળી હતી અને અધ્યક્ષ તરીકે પોતાના પહેલા ભાષણમાં જ તેમણે સંકેત આપ્યા હતા કે, તેઓ કઇ રીતની ટીમ બનાવનાર છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી તરીકે ઓળખાતી કોંગ્રેસને ગ્રાન્ડ યંગ ઓલ્ડ પાર્ટી બનાવવા માંગે છે. આથી માનવામાં આવી રહ્યું છે કે, તેમની ટીમમાં યુવાઓ પર ભાર મુકવામાં આવશે અને સાથે અનુભવીઓને પણ મહત્વ આપવામાં આવશે. રાહુલ ગાંધીએ જ્યારે આ ઘોષણા કરી ત્યારે તેમની સાથે મંચ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, સોનિયા ગાંધી, મોતીલાલ વોરા, મધુસૂદન મિસ્ત્રી અને જનાર્દન દ્વિવેદી જેવા લોકો હાજર હતા.

English summary
ANI reported that Rahul invited the Congress leaders mentioned above for dinner this evening. India Today has learned that it will be closed-door affair, held at New Delhis Hotel Ashoka in honour of former president Sonia Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.