રાહુલ ગાંધીનું માનસિક સંતુલન ઠીક નથી: ઉમા ભારતી
રાહુલ ગાંધીના 1984 શીખ દંગા વિશે આપેલા નિવેદન પછી બીજેપી નેતા ઉમા ભારતીએ હવે તેમના પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીના 1984 શીખ દંગા વિશે આપેલા નિવેદન પછી બીજેપી નેતા ઉમા ભારતીએ હવે તેમના પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રીએ તો તેમને માનસિક રોગી ગણાવ્યો છે. રવિવારે સિહોરના પ્રાચીન ગણેશ મંદિરના દર્શન માટે પહોંચેલી ઉમા ભારતીએ દર્શન પછી મીડિયા સાથે વાતચીત કરી અને કહ્યું કે રાહુલ ગાંધી જે બોલે છે અને કરે છે તે બધું સાંસદમાં બધાએ જોયું છે. પરંતુ હાલમાં તેમને જે કહ્યું છે તેનાથી કોંગેસી પણ સન્ન રહી ગયા છે.

રાહુલ ગાંધીનું માનસિક સંતુલન ઠીક નથી
ઉમા ભારતીએ કહ્યું કે 1984 શીખ દંગામાં કોંગ્રેસની કોઈ ભૂમિકા ના હતી, જયારે બધા જ કેસ કોંગ્રેસના લોકો પર જ ચાલ્યા છે. ઘણા નેતાઓ જેલ પણ ગયા. આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિને ખબર નથી કે શુ બોલવું અને શુ કરવું તેવા વ્યક્તિના માનસિક રૂપે સ્વસ્થ થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ.

મને તો કોંગ્રેસની ઘણી ચિંતા થઇ રહી છે: ઉમા ભારતી
મને તો કોંગ્રેસની ઘણી ચિંતા થઇ રહી છે કારણકે જે પાર્ટીએ મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા મહાપુરુષ આપ્યા, આજે તે પાર્ટીની કમાન એક એવા વ્યક્તિના હાથમાં છે જે માનસિક રૂપે સ્વસ્થ નથી.

શુ કહ્યું હતું રાહુલ ગાંધીએ?
આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે 1984 શીખ દંગા દરમિયાન કોંગ્રેસ શામિલ ના હતી. ત્યારપછી અકાલીદળ સહીત ઘણી વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે.

હરસિમરત કૌર બાદલ
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી અનુસાર જો શીખ નરસંહાર થયો નહીં થયો હતો તો આજે હું કહું છું કે તેમની દાદી અને પિતાની હત્યા થયી ના હતી, પરંતુ બંનેની મૌત હાર્ટ એટેક ઘ્વારા થઇ હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
