For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના માર્ગે ચાલી રહ્યા છે રાહુલ બાબા

|
Google Oneindia Gujarati News

લખનઉ, 13 જૂન: લોકસભા ચૂંટણીની રણનીતિ બધી પાર્ટીઓ ઉત્તરપ્રદેશમાંથી જ નક્કી કરવાનું મન બનાવી રહી છે. બીજેપીએ ચૂંટણી જંગની શરૂઆત યુપીથી જ કર્યું. પાર્ટીના નવા પ્રદેશ પ્રભારી અમિત શાહને અત્રે રણનીતિ બનાવવા મોકલી દેવાયા. અમિત શાહ પણ અત્રે મોદી માટે મેદાન મોકળુ કરવામાં લાગી ગયા છે.

આની વચ્ચે પણ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના સંસદીય વિસ્તાર અમેઠીના પ્રવાસ પર છે. એકબાજુ રાહુલ અને બીજી બાજુ મોદીના સેનાનાયક અમિત શાહની હાજરીથી યુપીમાં એકબે દિવસ થોડી ગરમાગરમી રહેશે. રાહુલ અમેઠીમાં કાર્યકર્તાઓને મળીને તેમની સમસ્યા સાંભળશે.

rahul-gandhi-modi
સાથે સાથે રોજગાર ગેરંટી યોજના અંતર્ગત રોજગાર નહીં મળવા અને ઘઉં ખરીદીમાં પડી રહેલી મુશ્કેલીઓને જાણવાની કોશીશ કરશે. જ્યારે લખનઉમાં અડ્ડો જમાવીને બેઠેલા અમિત શાહ આજે પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે અને પાર્ટીની સ્થિતિને મજબૂત બનાવવાની રણનીતિ ગઢશે.

અમિત શાહે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે પાર્ટીની સ્થિતિ ત્યારે જ મજબૂત થઇ શકે છે જ્યારે નેતાઓ અંદરોઅંદરના મતભેદ ભુલાવીને એક થઇને કામ કરે. બીજેપી નેતા અમિત શાહના યુપી પ્રવાસ બાદ રાહુલનો અમેઠી પ્રવાસ એ તરફ ઇશારો કરે છે કે રાહુલ બાબા મોદીના માર્ગે ચાલી રહ્યા છે.

English summary
Congress leader Rahul Gandhi Follow every step of Gujarat CM Narendra Modi Step. As Rahul Gandhi visits Amethi where BJP Leader Amit Shah is already present.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X