56 ઈંચની છાતીવાળા પીએમ એક મિનિટ માટે પણ લોકસભામાં ન આવ્યાઃ રાહુલ ગાંધી

56 ઈંચની છાતીવાળા પીએમ એક મિનિટ માટે પણ લોકસભામાં ન આવ્યા

જયપુરઃ બધા જ રાજકીય પક્ષ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને આકરી ટકક્ર આપવાની કોશિશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બહુ સક્રિય છે. હાલના વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત રાહુલ ગાંધી વર્ષ 2019માં પહેલીવાર રાજસ્થાનના પ્રવાસે પહોંચ્યા છે જ્યાં તેમણે જયપુરમાં એક રેલી સંબોધિત કરી હતી. જયપુરની રેલીને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું.

રાજસ્થાનમાં રાહુલ ગાંધીની રેલી

રાજસ્થાનમાં રાહુલ ગાંધીની રેલી

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રાફેલ ડીલ મામલામાં જેપીસીની માગણી કરી રહી છે. 56 ઈંચની છાતીવાળા પીએમ મોદી 1 મિનિટ માટે પણ લોકસભામાં ન આવ્યા. રાહુલ ગાંધીએ રાફેલ પર પ્રહાર કરતા કહ્યું કે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ બે કલાકથી વધુ સમય સુધી બોલતી રહી પરંતુ કોંગ્રેસે તેમના બધાં જ જૂઠનો પર્દાફાશ કરી દીધો, અમારા સીધા સવાલોનો તેમની પાસે જવાબ નહોતો.

લોકસભા ન આવ્યા મોદીજી

લોકસભા ન આવ્યા મોદીજી

રાહુલ ગાંધીએ કહ્યું કે HALને પર્યાપ્ત કામ આપવાને બદલે મોદી સરકારે પહેલા તો HAL પાસેથી કામ છીનવી લીધું અને પછીં સંસદમાં ખુલ્લેઆમ જૂઠ બોલીને દેશને ઉંધા રસ્તે ભટકાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સીબીઆઈ ડિરેક્ટરને રાતોરાત હટાવી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે સરકારના આ ફેસલાને પલટાવી દીધો.

મોદીજીને ઊંઘવા નહિ દઈએ

મોદીજીને ઊંઘવા નહિ દઈએ

ખેડૂતો મુદ્દે બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી પર ખેડૂતોનું દેવું માફ કરવા દબાણ બનાવતા રહીશું, ખેડૂતોનું દેવું માફ કરાવીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસે બે દિવસમાં ત્રણ રાજ્યોના ખેડૂતોનું દેવું માફ કરીને દેખાડી દીધું જે મોદીજી સાડા ચાર વર્ષમાં ન કરી શક્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદીને ઊંઘવા નહિ દે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X