ભારત જોડો યાત્રા છોડીને અચાનક વાયનાડ રવાના થયા રાહુલ ગાંધી, જાણો કેમ?

બીજેપી સરકારની લોકશાહી વિરોધી નીતિઓના વિરોધમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા લોકોને જાગૃત કરી રહ્યા છે. હવે તે યાત્રા અધવચ્ચે છોડીને વાયનાડ રવાના થયા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશી છે. યુપીમાં પોતાની ન્યાય યાત્રાના બીજા દિવસે શનિવારે રાહુલ ગાંધીએ વારાણસીમાં રોડ શો કર્યો.

Rahul Gandhi

આ દરમિયાન તેમણે લગભગ 5 કલાકમાં 12 કિલોમીટરનો રોડ શો કર્યો, રંતુ ફરી એકવાર તેમણે તેમનો પ્રવાસ સ્થગિત કર્યો અને પછી રાહુલ અચાનક તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડ ગયા છે.

રાહુલ ગાંધીએ તેમની ન્યાય યાત્રા સ્થગિત કરીને કેરળના વાયનાડ જવા રવાના થયા હતા. જો કે રાહુલ ગાંધી વારાણસી પછી ભદોહી જવાના હતા પરંતુ રાહુલ વાયનાડ ગયા છે.

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, રાહુલ ગાંધી વારાણસીથી વાયનાડ જવા રવાના થઈ રહ્યા છે. તેમના લોકસભા મતવિસ્તારમાં તેમની તાત્કાલિક જરૂર છે અને તેઓ રવિવારે બપોરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી તેમની ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધીની હાજરીની તાત્કાલિક જરૂર છે. આ કારણે તેને વાયનાડ જવું પડ્યું છે. આવતીકાલે એટલે કે 18મી ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી પ્રયાગરાજથી ફરી એકવાર ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે.

શુક્રવારે જંગલી હાથીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું કોઝિકોડ મેડિકલ કોલેજમાં મૃત્યુ થયાના એક દિવસ બાદ ગાંધી વાયનાડ ગયા છે. વન અધિકારીએ જણાવ્યું કે પીડિત વન વિભાગનો ઇકો-ટૂરિઝમ ગાઇડ હતો અને કુરુવા આઇલેન્ડ પર પોસ્ટેડ હતો, જે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે.

અહીં વાયનાડ જિલ્લામાં હાથીના હુમલામાં એક વ્યક્તિના મૃત્યુની ઘટનાને લઈને પક્કમમાં સ્થાનિક લોકો સાથે વિપક્ષી રાજકીય પક્ષોના કાર્યકરો કેરળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X