For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો મહાગઠબંધન થયુ તો ભાજપ યુપીમાં 5 સીટોમાં સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

વિદેશ પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ પ્રવાસે ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપ અને પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે. જર્મનીમાં ભાજપ અને આરએસએસ પર હુમલો કર્યા બાદ હવે લંડનમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IIS) ના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'જો 2019 ની ચૂંટણીમાં મહાગઠબંધન થયુ તો ભાજપ ઉત્તરપ્રદેશમાં પાંચ સીટોમાં જ સમેટાઈ જશે. આ ઉપરાંત રાહુલે ડોકલામ મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યુ. વળી, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દેશમાં લોકો વચ્ચે ભેદભાવ પેદા કરી રહ્યુ છે.'

rahul gandhi

રાહુલ ગાંધીએ લંડનમાં ભારતીય સમાજને સંબોધિત કરતા કહ્યુ કે 2019 ની સામાન્ય ચૂંટણીમાં ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપને પાંચથી વધુ સીટો મળશે નહિ. તેમણે કહ્યુ કે તેમનો પક્ષ સપા, બસપા અને ઘણા સ્થાનિક પક્ષો સાથે મળીને ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન કરશે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સત્તાના કેન્દ્રીકરણનો પણ આરોપ લગાવ્યો. રાહુલે કહ્યુ કે છેલ્લા ચાર વર્ષોમાં મોટા સ્તરે સત્તાનું કેન્દ્રીકરણ થયુ છે. પીએમઓનો વિદેશ મંત્રાલયમાં હસ્તક્ષેપ છે. વિદેશ મંત્રી પાસે કોઈ કામ નથી એટલા માટે તે લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચોઃ કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથીઆ પણ વાંચોઃ કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથી

તેમણે કહ્યુ કે ભારતમાં ત્યારે જ વિકાસ થાય છે જ્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. ભારત-પાક સંબંધો પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પાકિસ્તાન અંગે પીએમ મોદી પાસે કોઈ ઉંડા વિચારોથી સમજી-વિચારેલી રણનીતિ નથી. તેમણે કહ્યુ કે પાકિસ્તાન સાથે વાતચીત કરવી ઘણી મુશ્કેલ છે કારણકે ત્યાં કોઈ પણ એવી સંસ્થા નથી જે સર્વોચ્ચ હોય. તો આપણે ત્યાં રાહ જોઈશુ જ્યાં સુધી તે કોઈ સુસંગત ઢાંચો ના બનાવી દે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

English summary
Rahul Gandhi in London BJP lok sabha elections 2019 narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X