For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી જીતવા માટે રાહુલ ગાંધીએ ટીમ તૈયાર કરી

આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બધી જ તાકાતથી લડવા માટે તૈયાર છે. કોંગ્રેસને આ વાતનો અંદાઝો છે કે સરકાર બનાવવાનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે.

|
Google Oneindia Gujarati News

આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની બધી જ તાકાતથી લડવા માટે તૈયાર છે. કોંગ્રેસને આ વાતનો અંદાઝો છે કે સરકાર બનાવવાનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે. એટલા માટે પાર્ટી યુપીમાં બધી જ તૈયારીઓ કરી રહી છે. પહેલા પાર્ટીએ પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં ઉતારીને તેમને યુપી કોંગ્રેસના પ્રભારી બનાવ્યા. હવે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં એક આખી ટીમ તૈયાર થઇ રહી છે. રાહુલ ગાંધીએ 6 સમિતિનું ગઠન કર્યું છે જેમાં કુલ 92 મેમ્બર છે. જેમાં ચૂંટણી પ્રચાર સમિતિ, પ્રચાર અભિયાન સમિતિ, ચૂંટણી રણનીતિ સમન્વય સમિતિ, ઘોષણાપત્ર સમિતિ, અને મીડિયા પ્રચાર સમિતિ અગત્યની છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકાર

રાજ બબ્બર પર અગત્યની જવાબદારી

રાજ બબ્બર પર અગત્યની જવાબદારી

પાર્ટીએ ફરી એક વાર પાર્ટીના સિનિયર નેતા રાજ બબ્બર પર વિશ્વાસ રાખ્યો છે અને તેણે સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં રાજ બબ્બર ઉપરાંત 33 સભ્યો છે. સમિતિ અજય કુમાર સોની, નિર્મલ ખત્રી, શ્રી પ્રકાશ જયસ્વાલ, સલમાન ખુર્શીદ અને આર.પી.એન. સિંહે સંજય સિંહ, જિતિન પ્રસાદ, પ્રમોદ તિવારી, પ્રદીપ માથુર, અનુરાગ નારાયણ સિંહા, ઇમરાન મસૂદ, લલિતેશ પતિ ત્રિપાઠી આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

રાશિદ અલ્વી ઘોષણાપત્ર કમિટીના ચેરમેન

રાશિદ અલ્વી ઘોષણાપત્ર કમિટીના ચેરમેન

આગામી ચૂંટણી પહેલા મેનિફેસ્ટો બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે, તેમની સાથે આ સમિતિમાં 10 સદસ્યો પણ છે જેમા જિતિન પ્રસાદ, બારિજ લાલ ખાબરી, ગજરાજ સિંહ, હાફિજુરરહેમાન, હરેન્દ્ર અગ્રવાલ, હર્ષવર્ધન, નીરજ ત્રિપાઠી અને રોહિત રાણા આ સમિતિમાં સમાવેશ થાય છે.

સલમાન ખુર્શિદ રણનીતિ બનાવશે

સલમાન ખુર્શિદ રણનીતિ બનાવશે

ચૂંટણી રણનીતિ બનાવવાની જવાબદારી વરિષ્ઠ નેતા સલમાન ખુર્શિદને આપવામાં આવી છે. આ કમિટીમાં નિર્મલ ખત્રી, સંજય સિંહ, પ્રમોદ તિવારી અને રામલાલ શામિલ છે. જયારે મીડિયા કમિટીની જવાબદારી રાજીવ શુક્લાને આપવામાં આવી છે. તેમને મીડિયા અને પબ્લિસિટી કમિટીનું ગઠન કર્યું છે જેમાં કુલ 10 સદસ્યો છે.

English summary
Rahul Gandhi makes his key team to win Uttar Pradesh in Lok Sabha elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X